PM releases the book “Judicial Reforms – Recent Global Trends"
India has to keep pace with changing technology, and the new, interdependent global order: PM
India has opportunity to play a key global role & must adapt fast to the rapid changes, through framing of appropriate policies: PM

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે “જ્યુડિશિઅલ રિફોર્મ્સ – રિસેન્ટ ગ્લોબલ ટ્રેન્ડ્સ” પુસ્તકનું લોકાર્પણ કર્યું હતું અને તેની પ્રથમ નકલની ભેટ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને આપી હતી.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતે બદલાતી ટેકનોલોજી અને નવી, આંતરનિર્ભર વૈશ્વિક વ્યવસ્થા સાથે તાલમેળ જાળવવો પડશે. તેમણે કહ્યું હતું કે, ભારત પાસે આંતરરાષ્ટ્રીય સ્તરે ચાવીરૂપ ભૂમિકા ભજવવાની તક છે. આ માટે તેણે આ ઝડપથી થઈ રહેલા ફેરફારોને યોગ્ય નીતિઓ બનાવીને અપનાવવા પડશે.

પ્રધાનમંત્રીએ એ વાત યાદ કરી હતી કે તેમણે દરરોજ એક કાયદો નાબૂદ કરવાનું વચન આપ્યું હતું અને અત્યાર સુધી કેન્દ્ર સરકારે આશરે 1200 કાયદા રદ કર્યા છે. તેમણે કહ્યું હતું કે, અસરકારક સરકાર ન્યાયતંત્રનું ભારણ ઘટાડી શકે છે.