પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉપ-રાષ્ટ્રપતિ શ્રી હમિદ અન્સારી લિખિત પુસ્તક `સિટિઝન એન્ડ સોસાયટી’ના વિમોચન સમારોહમાં હાજરી આપી હતી.આ પુસ્તકનું રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જી દ્વારા વિમોચન કરવામાં આવ્યું.
આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ ઉપ રાષ્ટ્રપતિને તેમના પુસ્તક દ્વારા ભાવિ પેઢી સમક્ષ તેમના વિચારો રજૂ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે કહ્યું હતું કે, આજે ટેક્નોલોજીએ સિટિઝન્સને નેટિઝન્સમાં ફેરવી નાખ્યા છે અને પારંપારિક સરહદો ભૂંસાઈ રહી છે. તેમણે કહ્યું જો કે, ભારતમાં સિટિઝન અને સોસાયટી વચ્ચે કુટુંબ નામની એકતા છે.જે આપણી સૌથી મોટી તાકાત છે.
તેમણે કહ્યું કે, ભારતે અનેક પ્રદેશ અને ભાષા ધરાવતા અને અનેક ધર્મો હોવા છતાં સુમેળ સાથેનું રાષ્ટ્ર હોવાનો ગર્વ લેવો જોઈએ. તેમણે કહ્યું કે આ બાબત શક્ય બનાવવામાં તમામ નાગરિકોનું યોગદાન છે.