પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે વિયેતનામની રાષ્ટ્રીય સંસદના પ્રમુખ મહામહિમ શ્રીમતી ન્ગુયેન થી કિમ ન્ગાનને મળ્યા હતા.
આ બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ સપ્ટેમ્બર, 2016માં તેમની વિયેતનામની મુલાકાત દરમિયાન હનોઈમાં તેમની વચ્ચે અગાઉ થયેલી બેઠકને યાદ કરી હતી. તેમણે કહ્યું હતું કે, વિયેતનામની રાષ્ટ્રીય સંસદના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે શ્રીમતી ન્ગાન સમગ્ર દુનિયામાં મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત છે.
પ્રધાનમંત્રીએ ભારત અને વિયેતનામ વચ્ચે સંસદીય આદાનપ્રદાનમાં વૃદ્ધિને આવકારી હતી તથા બંને દેશોના યુવાન સાંસદો માટે આદાનપ્રદાન કાર્યક્રમને સંસ્થાગત સ્વરૂપ આપવાની અપીલ કરી હતી.
પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, આજે હસ્તાક્ષર થયેલા અણુ ઊર્જાના શાંતિપૂર્ણ ઉપયોગમાં સહકાર પર દ્વિપક્ષીય સમજૂતી ભારત અને વિયેતનામ વચ્ચે વિસ્તૃત વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરશે
Mrs. Nguyen Thi Kim Ngan, President of the National Assembly of Vietnam met PM @narendramodi. pic.twitter.com/fduG5AuMsR
— PMO India (@PMOIndia) December 9, 2016