Centre's move of special assistance measure a boon for Andhra Pradesh, would promote economic growth
Central funding of irrigation component of the Polavaram Irrigation Project to expedite completion of the project, increase irrigation prospects, benefit people

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં બાહ્ય સહાય મેળવતા પ્રોજેક્ટ્સ (ઇએપી)ના ભંડોળ અને પોલાવરમ પ્રોજેક્ટના સિંચાઈ ઘટકને ભંડોળ પૂરું પાડવા વિશેષ અનુદાન દ્વારા આંધ્રપ્રદેશના અનુગામી રાજ્ય માટે વિશેષ સહાયના પગલા માટે મંજૂરી આપવામાં આવી હતી.

આંધ્રપ્રદેશ રાજ્યને કેન્દ્રીય સહાય પૂરી પાડવાની જાહેરાતના અમલીકરણ માટેની પદ્ધતિ નીચે મુજબ છે:

1. કેન્દ્ર સરકાર આંધ્રપ્રદેશની સરકારને વિશેષ સહાય કરવા પગલું ભરશે, જે કેન્દ્ર સરકારના વધારાના હિસ્સા માટે ઉપલબ્ધ થશે, જે વર્ષ 2015-16થી 2019-20 દરમિયાન પ્રાપ્ત થઈ શકે છે, જો કેન્દ્ર અને રાજ્ય વચ્ચે 90:10ના રેશિયોમાં કેન્દ્ર પ્રાયોજિત યોજનાઓ (સીએસએસ)ના ભંડોળને વહેંચવામાં આવશે. બાહ્ય સહાય માટેના પ્રોજેક્ટ્સ (ઇએપી) માટે વિશેષ સહાય લોન અને વ્યાજની પુનઃચુકવણી દ્વારા પ્રદાન કરવામાં આવશે તથા રાજ્ય દ્વારા 2015-16 અને 2019-20 દરમિયાન વહેંચવામાં આવશે.

2. 1.4.2014થી શરૂ થનાર સમયગાળા માટે પોલાવરમ પ્રોજેક્ટ માટે સિંચાઈ ઘટકના બાકીના ખર્ચનું 100 ટકા ભંડોળ એ તારીખ પર સિંચાઈના ભાગના ખર્ચ જેટલો પૂરો પાડવામાં આવશે. આંધ્રપ્રદેશ સરકાર ભારત સરકાર વતી પ્રોજેક્ટનો અમલ કરશે. જોકે સંપૂર્ણ સંકલન, ગુણવત્તા નિયંત્રણ, ડિઝાઇનના મુદ્દા, નિરીક્ષણ, મંજૂરી સાથે સંબંધિત મુદ્દાઓ વગેરે જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા જીર્ણોદ્ધાર મંત્રાલયના પોલાવરમ સત્તામંડળ દ્વારા હાથ ધરવામાં આવશે. નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગ સાથે વિચારણા કરીને પોલાવરમ પ્રોજેક્ટ સત્તામંડળ 01.04.2014 સુધીના સિંચાઈ વિભાગના ખર્ચની આકારણી કરશે.
ઇએપી લોન્સની પુનઃચુકવણી દ્વારા મૂડીગત ખર્ચનો આ સહકાર રાજ્યના નાણાકીય બાબતોને મજબૂત કરવા અને આર્થિક વૃદ્ધિને વેગ આપવા નવરચિત આંધ્રપ્રદેશના રાજ્યને મદદ અને સહાય કરશે. ઉપરાંત પોલાવરમ સિંચાઈ પ્રોજેક્ટના સિંચાઈ ઘટકના કેન્દ્રીય ભંડોળ તથા રાજ્ય સરકાર દ્વારા તેનો અમલ પ્રોજેક્ટને ઝડપથી પૂર્ણ કરશે અને રાજ્યમાં સિંચાઈ સંભવિતતા વધારશે, જેથી જનતાને લાભ થશે.

પૃષ્ઠભૂમિઃ

જ્યારે ભારત સરકાર આંધ્રપ્રદેશ પુનર્ગઠન કાયદા, 2014 હેઠળ તેની પ્રતિબદ્ધતાઓ પૂર્ણ કરે છે, ત્યારે વર્ષ 2016-17 દરમિયાન રાજ્યને રૂ. 1,976.50 કરોડની“વિશેષ સહાય” પૂરી પાડે છે. આ રકમમાં રૂ. 1176.60 કરોડનો સંસાધનનો ફરક, રાયલસીમા અને ઉત્તર કિનારાના પ્રદેશને આવરી લેતા 7 પછાત જિલ્લાઓના વિકાસ માટે રૂ. 350 કરોડ અને રાજધાની શહેરના વિકાસ માટે સહાય સ્વરૂપે રૂ. 450 કરોડ સામેલ છે.

આ ઉપરાંત જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા જીર્ણોદ્ધાર મંત્રાલયે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન પોલાવરમ સિંચાઈ પ્રોજેક્ટ માટે રૂ. 2081.54 કરોડ પણ પૂરા પાડ્યા છે. એટલે પુનર્ગઠન કાયદો ઘડાયા પછી કેન્દ્ર સરકારે આંધ્રપ્રદેશ રાજ્યને રૂ. 10,461.04 કરોડની કેન્દ્રીય સહાય પૂરી પાડી છે, જેમાં 2014-15 દરમિયાન આપવામાં આવેલા રૂ. 4403 કરોડ, 2015-16 દરમિયાન આપવામાં આવેલા રૂ. 2000 કરોડ અને 2016-17માં આપવામાં આવેલા રૂ. 4058.04 કરોડ સામેલ છે.