"Shri Modi directs district administrations to facilitate solutions to people's problems"
"SWAGAT online session held"
"CM listens to the people’s grievances, gives instructions to district officials for urgent redressal"

નિરક્ષીર ન્યાય અપાવવા જિલ્લાતંત્રોની સાથે વિડીયો કોન્ફરન્સથી મુખ્યમંત્રીશ્રીની માર્ગદર્શક સૂચનાઓ

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કક્ષમાં સામાન્ય નાગરિકોની રજૂઆતો સાંભળીને જિલ્લા વહીવટી અધિકારીઓ દ્વારા ન્યાય અપાવવા માટે તાકીદની સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીના સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણના આ લોકપિ્રય કાર્યક્રમમાં જૂદા જૂદા જિલ્લાઓમાંથી પોતાની રજૂઆતો માટે સામાન્ય માનવીઓને શ્રી નરેન્દ્રભાઇ મોદી સહાનુભૂતિથી સાંભળીને જિલ્લાતંત્રના વરિષ્ઠ અધિકારીઓને વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉપસ્થિત રાખીને નિરક્ષીર ન્યાય માટે માર્ગદર્શન આપે છે. સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ ર૬ જિલ્લા, રરપ તાલુકા અને ગ્રામકક્ષાએ પણ નિયમિત ચાલી રહયો છે.

અત્યાર સુધીમાં સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમમાં કુલ મળીને ૩,૦૦,૬૮૫ અરજીઓ આવેલી અને રજૂઆતો સાંભળીને ૯૧.૮૦ ટકા જનફરિયાદોનો વાજબી ન્યાયપૂર્ણ ઉકેલ કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવશ્રી એ. કે. શર્મા સહિત સચિવાલયના વરિષ્ઠ સચિવશ્રીઓ પણ સ્વાગત ઓનલાઇનની રજૂઆતો સંદર્ભમાં ઉપસ્થિત રહયા હતા.