મારી સેવાના સળંગ ૧૨મા વર્ષમાં પ્રવેશ કરતાં પહેલાં મેં લોકોના દિલમાં પ્રવેશ મેળવેલ છે : શ્રી નરેન્દ્ર મોદી

ગુજરાતના કોઈપણ ભાગમાં જાવ, ૨૫ કિ.મી. ની અંદર કોઈને કોઈ વિકાસનું કામ થતું તમને જોવા મળશે : શ્રી મોદી

શ્રીમતી સોનિયા ગાંધીએ રાજકોટની મુલાકાત લીધી પરંતુ તેમણે લોકોને મોંઘવારી બાબતે ન તો તેઓ આશ્વાસનનો એક શબ્દ બોલ્યાં કે ન તેમણે આ મુદ્દે માફી માંગી : શ્રી મોદી

 

7 ઓક્ટોબર 2012, રવીવારના રોજ શ્રી નરેન્દ્ર મોદીએ ભરૂચ જિલ્લાના કેટલાક ભાગોમાં વિવેકાનંદ યુવા વિકાસ યાત્રાને સંબોધિત કરેલ. વાલિયા, અંકલેશ્વર તથા ભરૂચથી મોટી સંખ્યામાં લોકો વિવેકાનંદ યુવા વિકાસ યાત્રામાં હાજરી આપવા માટે એકત્ર થયેલ હતા. શ્રી મોદીએ પોતાની યાત્રાની શરૂઆતમાં તેમની સેવાનાં 12મા વર્ષમાં પ્રવેશના પ્રસંગે આશીર્વાદ આપવા માટે એકત્ર થવા બદલ જનતાનો આભાર માન્યો. મુખ્યમંત્રીએ કહ્યું કે તેમણે લોકોના હૃદયમાં 11 વર્ષ સુધી પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે અને હવે તેઓ પોતાની સેવાના સળંગ 12મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.

છેલ્લા દસકામાં થયેલ વિકાસ વિશે વાત કરતાં શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ગુજરાતના કોઈ પણ ભાગમાં જાવ, 25 કિ.મી. માં આપ કે કોઈને કોઈ વિકાસનું કામ ચાલતું જોઈ શકશો. તેમણે ઉમેર્યું કે લોકો ઘણી વખત પૂછતા હોય છે કે, ‘મોદી આ પૈસા લાવે છે ક્યાંથી?’ જેના જવાબમાં મોદીએ કહ્યું કે જે પૈસા પહેલાં વચેટિયાઓનાં ખિસ્સાં ભરતા હતા, તે હવે લોકાના વિકાસ માટે કામમાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે લોકો વિકાસનાં કામોને બધે જ જોઈ શકે છે, પછી તે હોસ્પિટલ હોય, રોડ હોય, શાળા હોય, આંગણવાડી હોય, કેનાલ હોય કે સ્વાસ્થ્ય કેન્દ્ર હોય.

વધુમાં તેમણે જણાવ્યું કે તેમનો પરિવાર ગુજરાતની છ કરોડ જનતા છે તથા તેઓ પોતાના પરિવારનું કલ્યાણ ઇચ્છે છે. ગરીબોના સંતોષને ઉદ્દેશીને શ્રી મોદીએ જણાવ્યું કે સિસ્ટમમાંથી વચેટિયાઓને દૂર કરીને, 1000 ગરીબ કલ્યાણ મેળાઓના માધ્યમથી ગુજરાતના વંચિતોને અનેક પ્રકારના લાભો દ્વારા સહાયતા કરવામાં આવેલ છે.

શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે શ્રીમતી સોનિયા ગાંધીએ રાજકોટની મુલાકાત લીધી પરંતુ તેમણે લોકોને મોંઘવારી બાબતે આશ્વાસન આપવા માટે ન તો તેઓ એક શબ્દ બોલ્યાં કે ન તો તેમણે આ મુદ્દે માફી માંગી. તેમણે લોકોને પૂછ્યું કે શું તેમને દિલ્હીથી છેલ્લા આઠ વર્ષમાં કોઈ સારા સમાચાર સાંભળવા મળ્યા છે. આ ઉપરાંત, તેમણે કહ્યું કે ગુજરાતમાં ગેસના એક સિલિંડર દીઠ 12 રૂપીયા (આશરે) વધારવાના કારણે ફુગાવોની સ્થિતિ વધારે બગડી છે. તેનાથી વિપરિત ગુજરાતે મોટા પાયે વૃદ્ધિ અને વિકાસ કરેલ હોવા છતાં, ટૅક્સમાં એક પણ રૂપીયાનો વધારો કરવામાં આવેલ નથી.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે છેલ્લા દસકાનો સમય તો અગાઉની કૉંગ્રેસ સરકારના 50 વર્ષના શાસનના ખાડાઓ પૂરવામાં જ ગયો છે, ભવ્ય અને દિવ્ય ગુજરાત તરફની યાત્રાની શરૂઆત તો 2013 થી શરૂ થશે.

ભાજપના વરિષ્ઠ નેતા ગોપીનાથ મુંડે, ભાજપ પ્રદેશ અધ્યક્ષ આર. સી. ફળદુ, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરુષોત્તમ રૂપાલા તથા અનેક મહાનુભાવોએ શ્રી નરેન્દ્ર મોદીને તેમની સેવાનાં 11 વર્ષ પુરાં કરીને સળંગ 12મા વર્ષમાં પ્રવેશ કરવા બદલ અભિનંદન પાઠવ્યાં હતાં.