લોકસભામાં બોલતાં શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, એનડીએ સરકાર અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને આધુનિક માળખાનું નિર્માણ કરવા ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, એનડીએ સરકારના શાસનમાં માર્ગોનું નિર્માણ કેટલી ઝડપથી થઈ રહ્યું છે. શ્રી મોદીએ કહ્યું હતું કે, “અગાઉ યુપીએ સરકારના શાસનમાં પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના હેઠળ સામાન્ય રીતે 69 કિમી માર્ગનું નિર્માણ થતું હતું. પણ જ્યારે અમે સરકારી બનાવી, ત્યારે 111 કિમી માર્ગનું નિર્માણ થાય છે અને તેના મેપિંગ માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ”