શ્રી નરેન્દ્ર મોદીએ બિજનોરમાં જાહેર સભાને સંબોધતા કહ્યું હતું કે, કેન્દ્રમાં રહેલી એનડીએ સરકાર જ ખેડૂતોના કલ્યાણનો અને ખાતરની કિંમતમાંઘટાડો કરવા વિચાર કરે છે. શ્રી મોદીએ યાદ કર્યું હતું કે, “જ્યારે ચૌધરી ચરણસિંહજીની સરકાર કેન્દ્રમાં હતી, ત્યારે તેમણે ખાતરોની કિમતમાં ઘટાડો કર્યો હતો. તેમનાથી પ્રેરિત થઈને અને ખેડૂતોના કલ્યાણને સૌથી વધુ મહત્ત્વ આપીને અમે ખાતરનાં ખર્ચમાં ઘટાડો કરવા પગલાં લીધા છે. અન્ય કોઈ પક્ષે આવું પગલું લીધું નહોતું”
શ્રી મોદીએ એવું પણ ઉમેર્યું હતું કે, જો ભાજપ સત્તામાં આવશે, તો ઉત્તરપ્રદેશના દરેક જિલ્લામાં ખેડૂતોના કલ્યાણ માટે ચૌધરી ચરણસિંહ કલ્યાણ કોષની રચના કરવામાં આવશે.