શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં બોલતાં કહ્યું હતું કે, કાળાં નાણાં અને ભ્રષ્ટાચાર સંબંધે પહેલી વખત ઊભી તિરાડ પડી છે. તેમણે કહ્યું હતું કે, દેશની જનતાએ ભ્રષ્ટાચારને નાબૂદ કરવા હાથ મિલાવ્યાં હતાં. શ્રી મોદીએ કહ્યું હતું કે, “એક ઊભી તિરાડ પડી ગઈ છે અને સ્પષ્ટ વિભાજન થઈ ગયું છે. લોકોએ સરકારને કાળાં નાણાં અને ભ્રષ્ટાચાર સામે લડવા માટેના પગલાંને સમર્થન આપ્યું છે..