પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હૈદરાબાદમાં સરદાર પટેલ નેશનલ પોલીસ એકેડમી ડીજીએસપી/આઇજીએસીપી કોન્ફરન્સમાં સંબોધન કર્યું હતું..
આ પ્રસંગે તેમણે વર્ષ 2008ની 26મી નવેમ્બરના દિવસને યાદ કર્યો હતો. 26/11 તરીકે પ્રસિદ્ધ આ દિવસે મુંબઈ પર આતંકવાદી હુમલો થયો હતો અને પોલીસે બહાદુરીપૂર્વક આતંકવાદીઓનો સામનો કર્યો હતો. તેમણે શહીદ થયેલા 33,000 પોલીસ કર્મચારીઓને પણ યાદ કર્યા હતા.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ વાર્ષિક કોન્ફરન્સ સાથે હવે તેના પૂર્ણાહૂતિ સમારંભની રીત બદલાઈ છે. તેમણે કહ્યું હતું કે, તે અનુભવોની વહેંચણી માટે પ્લેટફોર્મ બની ગઈ છે, જે નીતિ આયોજન માટે સારી માહિતી તરફ દોરી જાય છે.
પ્રધાનમંત્રીએ નક્કર પરિણામો મળી શકે તેવી કામગીરી પર ભાર મૂક્યો હતો, જેને અંતિમ ઓપ અપાયો હતો.
પ્રધાનમંત્રીએ તાલીમ પર જણાવ્યું હતું કે, સોફ્ટ સ્કિલ વિકસાવવી હવે જરૂરી છે અને તાલીમનો ભાગ બનવો જોઈએ. માનવીય માનસિકતા અને વર્તણૂંક માનસિકતા જેવા પાસા તાલીમનો ભાગ બનવા જોઈએ તેવું તેમણે ઉમેર્યું હતું.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે નેતૃત્વની કુશળતાઓ મહત્વપૂર્ણ છે અને પોલીસ અધિકારીઓમાં આ કુશળતા વિકસાવવાની જવાબદારી વરિષ્ઠ અધિકારીઓની છે.
કાયદો અને વ્યવસ્થાપના વિષય પર પ્રધાનમંત્રીએ ફૂટ પેટ્રોલિંગ અને કોન્સ્ટેબ્યુલરી ઇન્ટેલિજન્સ પર ભાર મૂક્યો હતો.
શ્રી નરેન્દ્ર મોદીએ તાલીમના સંયુક્ત પ્રયાસ મારફતે પોલીસ ફોર્સમાં ગુણવત્તાયુક્ત પરિવર્તન લાવવા અપીલ હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પોલીસ ફોર્સને સતત વિકસાવવા ટેકનોલોજી અને માનવીય હસ્તક્ષેપ બંને મહત્ત્વપૂર્ણ છે.
પ્રધાનમંત્રીએ મોબાઇલ એપ ઇન્ડિયન પોલીસ એટ યોર કોલ નામની મોબાઇલ એપ લોન્ચ કરી હતી. તેમણે ઇન્ટેલિજન્સ બ્યૂરોના અધિકારીઓને વિશિષ્ટ સેવા બદલ રાષ્ટ્રપતિના પોલીસ મેડલ્સ અર્પણ કર્યા હતા.
દિવસની શરૂઆતમાં પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય પોલીસ અકાદમી ખાતે શહીદ સ્તંભ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમણે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિભાને પણ ફૂલોની માળા અર્પણ કરી હતી અને છોડ રોપ્યો હતો.