PM Modi meets members of the Club des Chefs des Chefs

કલબ ડસ શેફ ડસ શેફ (વિશ્વભરના રાષ્ટ્રપતિઓના શેફ)ના સભ્યો આજે પ્રધાનમંત્રી શ્રી મોદીને મળ્યા હતા.

આ કલબમાં બે ડઝન દેશોના વડાઓના શેફનો સમાવેશ થાય છે. તેને બીનઔપચારિક રીતે ખાન-પાનની વિશ્વની અત્યંત વિશિષ્ઠ સોસાયટી તરીકે ઓળખવામાં આવે છે.

પેરિસ સ્થિત આ સંગઠન હાલમાં તેની સામાન્ય સભા સૌ પ્રથમવાર ભારતમાં યોજી રહ્યું છે. દિલ્હી ઉપરાંત આ શેફ આગરા અને જયપુરની પણ મુલાકાત લેશે.

કલબના સભ્યોમાં ભારતના રાષ્ટ્રપતિના શેફ મોન્યુ સૈની અમેરિકાના રાષ્ટ્પતિનાં શેફ મિસ. ક્રિસ્ટેટા કોમરફોર્ડ અને હર મેજેસ્ટી ક્વિન એફ યુનાઈટેડ કિંગડમના શેફ માર્ક ફલેગનગન તથા અન્યનો સમાવેશ થાય છે.

આ બધા શેફે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે તસવીર પડાવી હતી અને તેમને સ્મૃતિચિન્હો અર્પણ કર્યા હતા.