Relationship between India and the Kyrgyz Republic is filled with goodwill from centuries of shared historical links: PM
We regard Kyrgyz Republic as a valuable partner in making Central Asia a region of sustainable peace, stability and prosperity: PM
We will work to strengthen bilateral trade & economic linkages, facilitate greater people-to-people exchanges: PM to Kyrgyz President
We shall give special emphasis to youth exchanges in our technical and economic cooperation programme with Kyrgyz Republic: PM

મહામહિમ્ન શ્રી અલ્માજ્બેક આતમબાયેવ

ગણરાજ્ય કિર્ગીઝના પ્રમુખ,

સન્નારીઓ અને સજ્જનો,

માધ્યમોના સભ્યો,

પ્રમુખ શ્રી અલ્માજ્બેક આતમબાયેવને ભારતની તેમની સૌપ્રથમ સત્તાવાર મુલાકાતે આવકારતા મને આનંદ થાય છે. મહામહિમ્ન, ગયા વર્ષે જુલાઈ મહિનામાં ગણરાજ્ય કિર્ગીઝની મારી મુલાકાત દરમિયાન તમારું ઉષ્માસભર આતિથ્ય અને સત્કાર હજુ પણ મને યાદ છે. તમારી આ મુલાકાત આપણા સહકાર અને ઉચ્ચ સ્તરના સંપર્કોને વધુ વેગથી આગળ ધપાવશે. ભારત અને ગણરાજ્ય કિર્ગીઝ વચ્ચેના સંબંધો સદીઓથી ચાલી આવતા ઐતિહાસિક જોડાણો દ્વારા સૌહાર્દપૂર્ણ રહ્યા છે. આપણા સમાજ ગણરાજ્ય કિર્ગીઝ સહિત મધ્ય એશિયા સાથે વ્યાપ્ત આપણા સંપર્કો દ્વારા પરસ્પર હૂંફ મેળવે છે. આપણે લોકતાંત્રિક મૂલ્યો અને પરંપરાઓમાં સમાન માન્યતા દ્વારા પણ જોડાયેલા છીએ. ગણરાજ્ય કિર્ગીઝમાં લોકશાહીના જતન અને તેના પાયા મજબૂત બનાવવા માટે પ્રમુખ આતમબાયેવને વધુ યશ જાય છે.

મિત્રો,

પ્રમુખ આતમબાયેવ અને મેં અમારા દ્વિપક્ષીય સહયોગની સંપૂર્ણ શ્રેણી પર વિગતવાર ચર્ચાવિચારણા કરી હતી. અમે વૈવિધ્યિકરણ અને દ્વિપક્ષીય જોડાણોને વધુ ઘનિષ્ઠ બનાવવાની અમારી સમાન પ્રાથમિકતા પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. અમારા યુવાનો અને સમાજને આતંકવાદ, આત્યંકિતવાદ અને ઉગ્રવાદના સમાન પડકારો સામે સલામતિ આપવા માટે કેવી રીતે સાથે મળીને કામ કરી શકાય તે વિશે પણ ચર્ચા કરી હતી. અમે અમારા પરસ્પર સમાન લાભ માટે આ પડકારોનો ઉકેલ લાવવા અને તેમાંથી ઉગરવા માટે સહયોગ અને ઘનિષ્ઠ રીતે જોડાઈને કામ કરવાની જરૂરિયાત બાબતે સહમત થયા હતા. અમે મધ્ય એશિયાના દેશોમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ સતત જાળવવાના અમારા સમાન ઉદ્દેશમાં ગણરાજ્ય કિર્ગીઝને અમારો મૂલ્યવાન ભાગીદાર ગણીએ છીએ. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશને પણ આ મુદ્દાઓ પર સાથે મળીને કાર્યરત બનવા અમને મૂલ્યવાન ઢાંચો આપશે.

 મિત્રો,

પ્રમુખ આતમબાયેવ અને મેં સંરક્ષણના ક્ષેત્રે અમારા સહકારનું નિરીક્ષણ કર્યું હતું. કિર્ગીઝ-ઈન્ડિયા માઉન્ટેન બાયો-મેડિકલ રિસર્ચ સેન્ટર સફળ સહયોગનું અદ્ભુત ઉદાહરણ છે. બે દેશોના સહયોગમાં સ્થપાયેલું આ સેન્ટર લાભદાયી સંશોધન પહેલ સાબિત થયું છે, જેના નિર્માણની અમને જરૂર છે. અમે ગણરાજ્ય કિર્ગીઝમાં કિર્ગીઝ-ઈન્ડિયા જોઈન્ટ મિલિટરી ટ્રેનિંગ સેન્ટર સ્થાપવા માટે કામ શરૂ કર્યું છે. આતંકવાદને નાથવા માટે અમારા સંયુક્ત લશ્કરી પગલા હવે દર વર્ષે હાથ ધરાય છે. એની હવે પછીની આવૃત્તિ આગામી વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ગણરાજ્ય કિર્ગીઝમાં હાથ ધરવાનું આયોજન છે.

 મિત્રો,

અમારી અર્થવ્યવસ્થાઓને વધુ ઘનિષ્ઠ રીતે જોડવાની જરૂરિયાત પર પણ પ્રમુખ આતમબાયેવ અને હું સહમત થયા હતા. આ સંદર્ભે અમે દ્વિપક્ષીય વેપાર અને આર્થિક જોડાણો વધુ મજબૂત બનાવવા અને વ્યક્તિથી વ્યક્તિ સાથેના આદાન-પ્રદાનની માત્રા વધારવામાં મદદગાર બનવા કાર્યરત થઈશું. અમે બંને દેશોમાં ઉદ્યોગ અને વેપારને સ્વાસ્થ્યસંભાળ, પ્રવાસન, ઈન્ફર્મેશન ટેકનોલોજી, કૃષિ, ખાણકામ અને ઊર્જા ક્ષેત્રની તકોનો લાભ લેવા માટે અગ્રણી ભૂમિકા ભજવવા પ્રોત્સાહિત કરીશું. ક્ષમતા નિર્માણ અને તાલીમ સહિતના ક્ષેત્રોમાં અમે સહકાર સ્થાપવાનું નક્કી કર્યું છે. આવી પહેલોમાં લોકો કેન્દ્રસ્થાને હોય છે. અમે ગણરાજ્ય કિર્ગીઝ સાથે અમારા ટેકનિકલ અને આર્થિક સહકારના કાર્યક્રમમાં યુવાનોના આદાન-પ્રદાન પર વિશેષ ભાર મૂકીશું. આજની વાતચીતમાં જે સમજણ કેળવાઈ છે, તેના કારણે આ દિશાઓમાં અમારા ઝોકને ટેકો મળશે. મધ્ય એશિયામાં પહેલી વાર અમે ગયા વર્ષે ગણરાજ્ય કિર્ગીઝ સાથે ટેલિ-મેડિસિન અંગે જોડાણોનો આરંભ કર્યો હતો. અમે ગણરાજ્ય કિર્ગીઝના અન્ય વિસ્તારોમાં આ પ્રોજેક્ટને વિસ્તારવાના પગલા લઈ રહ્યા છીએ.

મિત્રો

ભારત અને ગણરાજ્ય કિર્ગીઝ, માર્ચ, 2017માં બંને દેશોના રાજદ્વારી જોડાણોની સ્થાપનાની 25મી વર્ષગાંઠ ઉજવશે. આ સીમાચિહ્ન સુધી પહોંચતી વેળાએ પ્રમુખ શ્રી આતમબાયેવની ભારત મુલાકાત અમારી ભાગીદારીને વધુ મજબૂત કરવાની પ્રક્રિયા અને અમારા પ્રયત્નોને વેગ આપશે. એ, અમારા જોડાણોમાં તાજેતરમાં થયેલા લાભ વધુ મજબૂત બનાવવામાં અને અમારા જોડાણોને આગામી મહિનાઓ અને વર્ષોમાં વધુ દ્રઢ કરવામાં મદદગાર બનશે. પ્રમુખ શ્રી આતમબાયેવને એમની ભારતની મુલાકાત યાદગાર અને ફળદાયી બની રહે તેવી શુભેચ્છા પાઠવું છું.

આભાર.

ખૂબ ખૂબ આભાર.