India is today the world’s fastest growing large economy: PM Modi
Our policies are focussed on improving India’s long term economic and social prospects, rather than on short term headlines: PM
While the global economy is going through a period of uncertainty, India has shown tremendous resilience: PM
Foreign Direct Investment in India was at the highest level in 2015-16, at a time when global FDI has fallen: PM Modi
Hydrocarbons will continue to play an important part in India’s growth: PM Narendra Modi
As a responsible global citizen, India is committed to combating climate change, curbing emissions & ensuring a sustainable future: PM
Energy sustainability, for me, is a sacred duty. It is something India does out of commitment, not out of compulsion: PM Modi
To make India a true investor friendly destination, we have come up with a new Hydrocarbon Exploration and Production Policy, says PM
My message to global hydrocarbon companies is: We invite you to come and Make in India, says PM Modi
Our commitment is strong and our motto is to replace Red Tape with Red Carpet: PM Narendra Modi

મારા સહ-કાર્યકર શ્રી ધર્મેન્દ્ર પ્રધાનજી,
વિદેશોના ઓઈલ અને ગેસ વિભાગોના મંત્રીઓ,
હાઈડ્રોકાર્બન ક્ષેત્રના મુખ્ય કારોબારી અધિકારીઓ અને નિષ્ણાતો,
માનવંતા મહેમાનો, સન્નારીઓ અને સજ્જનો.

ઊર્જા, આર્થિક વિકાસનું મુખ્ય ચાલક બળ છે. અર્થવ્યવસ્થામાં છેક છેવાડાની વ્યક્તિ સુધી આર્થિક વિકાસના લાભો પહોંચાડવા માટે સાનુકૂળ, સ્થિર અને વાજબી કિંમતની ઊર્જા અનિવાર્ય છે. આવનારા વર્ષોમાં હાઈડ્રોકાર્બન્સ ઊર્જાનો અત્યંત મહત્ત્વનો સ્રોત બની રહેશે. એટલે, આ અધિવેશનનો વિષય “ભવિષ્યના ઈંધણ માટે હાઈડ્રોકાર્બન્સ – વિકલ્પો અને પડકારો”, યોગ્ય અને સમયસરનો છે.

આજે ભારત વિશ્વની સૌથી ઝડપી વિકાસ પામી રહેલી અર્થવ્યવસ્થા છે. આ વિકાસ શ્રેણીબદ્ધ નીતિવિષયક પગલા પર આધારિત છે. અમારી નીતિઓ ટૂંકા ગાળાની વાહવાહીને બદલે લાંબા ગાળે આર્થિક અને સામાજિક ક્ષેત્રે ભારતનું ભાવિ વધુ ઉજ્જ્વળ બનાવવા પર કેન્દ્રીત છે. આર્થિક વૃદ્ધિ અને વિકાસની દ્રષ્ટિએ અમારા પ્રયાસોના પરિણામો જોવા મળી રહ્યા છે.

ઝડપી વૃદ્ધિ ઉપરાંત, અમારી અર્થવ્યવસ્થા, વિશ્વની અન્ય મોટા ભાગની અર્થવ્યવસ્થાઓની સરખામણીએ વધુ સ્થિર પણ છે. જ્યારે વૈશ્વિક અર્થવ્યવસ્થા અનિશ્ચિતતાભર્યા સમયમાંથી પસાર થઈ રહી છે, ત્યારે ભારતે અસાધારણ ટક્કર ઝીલી બતાવી છે. અમારી ચાલુ ખાતાની ખાધમાં સતત સુધારો નોંધાયો છે અને જૂનમાં પૂરા થતા ત્રિમાસિક ગાળામાં એ દસ વર્ષના તળિયે નોંધાઈ છે. જ્યારે વિશ્વભરમાં સીધા વિદેશી રોકાણો ઘટી રહ્યા હતા, એ સમયે વર્ષ 2015-16માં ભારતે ઐતિહાસિક ઊંચા સીધા વિદેશી રોકાણો – એફડીઆઈ નોંધાવ્યા છે. બેન્ક ઑફ ઈન્ટરનેશનલ સેટલમેન્ટ્સના જણાવ્યા મુજબ, મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં ભારત, બેન્કિંગ ક્ષેત્રના જોખમો અંગે ઓછું સંવેદનશીલ છે.

વર્ષ 2040 સુધીમાં ભારતની અર્થવ્યવસ્થા પાંચ ગણો વિકાસ સાધશે તેવું અનુમાન છે. એવું અનુમાન છે કે વર્ષે 2013થી વર્ષ 2040 સુધીમાં વૈશ્વિક ઊર્જાની વધતી જતી માગમાં ભારત એક ચતુર્થાંશ હિસ્સો નોંધાવશે. વર્ષ 2040માં ભારતમાં ઓઈલનો વપરાશ સમગ્ર યુરોપના ઓઈલના વપરાશ કરતા વધુ હશે તેવી પણ ધારણા છે. અત્યારે અમારી જીડીપીમાં મેન્યુફેક્ચરિંગનો હિસ્સો 16 ટકા છે, જે વર્ષ 2022 સુધીમાં વધારીને 25 ટકા કરવાની અમારી ધારણા છે.

પરિવહન અંગેની માળખાકીય સુવિધાઓમાં પણ અનેકગણો વધારો થવાની ધારણા છે. કોમર્શિયલ વાહનોની સંખ્યા હાલ 130 લાખથી વધીને વર્ષ 2014 સુધીમાં 460 લાખ થવાનું અનુમાન છે. નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે પણ ભારત અત્યારે વિશ્વમાં આઠમું સૌથી મોટું બજાર છે અને વર્ષ 2034 સુધીમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું બજાર બનવા માટે સજ્જ છે. ઉડ્ડયન ક્ષેત્રે વિકાસને પગલે વર્ષ 2040 સુધીમાં ઉડ્ડયન માટે જરૂરી બળતણની માગમાં ચાર ગણો વધારો થવાની ધારણા છે. આ તમામની અસર ઊર્જાની માગ પર પડશે.

મિત્રો,
ભારતના વિકાસમાં હાઈડ્રોકાર્બન્સની મહત્વપૂર્ણ ભૂમિકા ચાલુ રહેશે. વિકાસની પૂરપાટ ઝડપને કારણે ભારતના ઊર્જા ક્ષેત્ર પર મોટી જવાબદારી આવી છે. મને આનંદ છે કે ભારત અને વિદેશોમાંથી અનેક સહભાગીઓએ અહીં આવવાનો સમય કાઢ્યો છે. મને ખાતરી છે કે પરસ્પરના અનુભવ અને તજજ્ઞતાનો લાભ આપણને સહુને થશે. આ પ્રસંગે હાઈડ્રોકાર્બન ક્ષેત્ર પાસેથી અપેક્ષાઓ તેમજ ઊર્જા સુરક્ષા મેળવવા માટે અમારા પ્રયાસ અંગે હું મારા કેટલાક વિચારો રજૂ કરું છું.

એકંદરે ઊર્જા અને ખાસ કરીને હાઈડ્રોકાર્બન્સ, ભારતના ભાવિ અંગે મારા વિઝનમાં મહત્વપૂર્ણ હિસ્સો છે. ભારતને એવી ઊર્જાની જરૂર છે, જે ગરીબો સુધી પહોંચી શકે. તેને ઊર્જાના વપરાશમાં કાર્યક્ષમતાની જરૂર છે. એક જવાબદાર વિશ્વ નાગરિક તરીકે, ભારત આબોહવા પરિવર્તન સામે લડત આપવા, કાર્બોત્સર્જનનું પ્રમાણ ઘટાડવા અને સાતત્યપૂર્ણ ભાવિ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. વૈશ્વિક અનિશ્ચિતતાઓને કારણે ભારતને પણ ઊર્જા સુરક્ષાની જરૂર છે. એટલે, મારા મતે, ઊર્જા ક્ષેત્રે ભારતનું ભાવિ ચાર સ્તંભ પર આધારિત છે :

–ઊર્જાની પહોંચ
–ઊર્જાની ક્ષમતા
–ઊર્જાની સાતત્યપૂર્ણતા
–ઊર્જાની સલામતી

ઊર્જાની પહોંચથી શરૂઆત કરીએ. ભારતના કેટલાક ધનિકો જ્યારે હાઈબ્રિડ કાર ખરીદી રહ્યા છે, ત્યારે ભારતના જ કેટલાક ગરીબો હજુ રસોઈ બનાવવા માટે બળતણના લાકડા ખરીદી રહ્યા છે. રસોઈ બનાવવા માટે બળતણના લાકડા કે અન્ય બાયોમાસનો ઉપયોગ ગ્રામીણ મહિલાઓના સ્વાસ્થ્ય માટે જોખમરૂપ છે. એનાથી તેમની ઉત્પાદકતા પણ ઘટે છે. અમે પાંચ કરોડ પરિવારોને રાંધણ ગેસ ઉપલબ્ધ બનાવવા માટે ઉજ્જ્વલા કાર્યક્રમ શરૂ કર્યો છે. આ કાર્યક્રમને પગલે સ્વાસ્થ્યમાં સુધારો, ઉત્પાદકતામાં વધારો અને નુકસાનકારક કાર્બોત્સર્જનમાં ઘટાડો – એકસાથે હાંસલ કરી શકાય છે. એક વખતના જોડાણનો ખર્ચ સરકાર ભોગવે છે, પરંતુ વપરાશકારે ગેસની પૂરેપૂરી રકમ ચૂકવવી પડે છે. આ કાર્યક્રમને પગલે માત્ર સાત મહિનામાં જ રાંધણ ગેસના લગભગ એક કરોડ જેટલા નવા જોડાણો આપવામાં આવ્યા.



આગામી પાંચ વર્ષોમાં સરકાર એક કરોડ ઘરોમાં પાઈપ્ડ નેચરલ ગેસ (પાઈપ લાઈન દ્વારા કુદરતી ગેસ) પહોંચાડવાનું લક્ષ પણ ધરાવે છે. અમે દેશમાં ગેસ ગ્રિડનું નેટવર્ક હાલ 15 હજાર કિલોમીટરથી વધારીને 30 હજાર કિલોમીટર કરવા પ્રતિબદ્ધ છીએ. ભાગ્યે જ વિકાસ ધરાવતા પૂર્વના વિસ્તારમાં અમે નવી ગેસ પાઈપલાઈન સ્થાપી રહ્યા છીએ, જે લાખો નવા રોજગારનું સર્જન કરશે. માર્ચ, 2018 સુધીમાં ભારતના પ્રત્યેક ગામમાં વીજળી પહોંચે, એ સુનિશ્ચિત કરવા માટે અમે કાર્યરત છીએ.

હવે હું ઊર્જા ક્ષમતાની વાત કરું. ભારતમાં કોમર્શિયલ ટ્રાન્સપોર્ટ ક્ષેત્ર સતત નોંધપાત્ર વૃદ્ધિની દિશામાં અગ્રેસર છે. માલસામાનના રસ્તા માર્ગે પરિવહનનું પ્રમાણ વધી રહ્યું છે. ઊર્જા ક્ષમતા વધારવા માટે મારી સરકારે રેલવેઝને ઐતિહાસિક પ્રાથમિકતા આપી છે. અમે વર્ષ 2014-15 અને વર્ષ 2016-17 દરમિયાન રેલવેઝમાં જાહેર મૂડી રોકાણમાં 100 ટકા કરતા પણ વધુ વધારો કર્યો છે. અમે ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર્સ પૂર્ણ કરી રહ્યા છીએ. અમે મુંબઈ અને અમદાવાદ વચ્ચે તીવ્ર ગતિના રેલ કોરિડોરનું નિર્માણ કરી રહ્યા છીએ, જેનાથી હવાઈ માર્ગ કરતા વધુ ઊર્જા સંરક્ષણ પ્રવાસ શક્ય બનશે. અમે આંતર્દેશીય અને દરિયાઈ જળમાર્ગે પરિવહન પર ઘણો ભાર મૂક્યો છે. અમારો સાગારમાલા પ્રોજ્કેટ ભારતના સમગ્ર લાંબા દરિયાકિનારાને જોડશે. અમે મોટી નદીઓ પર નવા આંતર્દેશીય વહાણ માર્ગો પણ ખોલ્યા છે. આ પગલાઓને કારણે ઊર્જા ક્ષમતા વધશે. લાંબા સમયથી અટવાયેલો ગૂડ્ઝ એન્ડ સર્વિસીઝ ટેક્સનો ખરડો પસાર થઈ ગયો છે. જીએસટી લાગુ થવાને પગલે, રાજ્યોની સરહદો પર ભૌતિક અવરોધો દૂર થશે અને તેનાથી લાંબા અંતરના પરિવહનને વધુ વેગ મળશે અને ક્ષમતામાં વધુ વધારો થશે.

વિકાસશીલ દેશોના ખનીજ મંત્રીઓ ઊર્જાના ભાવની સંવેદનશીલતા જાણે છે. આમ છતાં, અમે પેટ્રોલ અને ડિઝલના ભાવને નિયંત્રિત કર્યા છે. રાંધણ ગેસનો ભાવ પણ બજાર દ્વારા નક્કી થાય છે. પછાત વર્ગના લોકો અને મધ્યમ વર્ગના લોકોના રક્ષણ માટે એકસો ઓગણસિત્તેર મિલિયન બેંક એકાઉન્ટમાં સબસીડી સીધી જમા થાય છે. તેનાથી રાંધણ ગેસની સબસીડીમાં દુરુપયોગ અને ભંગાણ દૂર કરી શકાયું છે જેથી કરીને મોટી નાણાકીય બચત કરી શકાઈ છે. આ પ્રકારના પગલાઓથી ઊર્જાના ઉપયોગની કાર્યક્ષમતામાં પણ વધારો કરી શકાયો છે.



મારી માટે ઊર્જા સંતુલીતતા એ એક પવિત્ર ફરજ છે. આ એક એવી બાબત છે કે જે ભારત પ્રતિબદ્ધતાપૂર્વક કરે છે, જબરદસ્તીપૂર્વક નહીં. ભારતે તેના જીડીપીની કાર્બન તીવ્રતામાં વર્ષ 2005થી લઇ આવનારા 15 વર્ષમાં 33 ટકા સુધીનો ઘટાડો કરવાની પહેલ કરી છે. આપણો માથાદીઠ ઊર્જા વપરાશનો દર ઓછો હોવા છતાં આપણે આ કર્યું છે. આપણે એવું પણ નક્કી કર્યું છે કે વર્ષ 2030 સુધીમાં આપણી ચાલીસ ટકા ઊર્જા આપણે બિન અશ્મિભૂત બળતણમાંથી મેળવીશું. મેં વર્ષ 2022 સુધીમાં પુનઃપ્રાપ્ય ઊર્જાનું 175 ગીગા વોટનું ગંજાવર લક્ષ્ય નક્કી કર્યું છે. અમારા પ્રયત્નોને લીધે કાર્યક્ષમતામાં વધારો થયો છે અને પુનઃપ્રાપ્ય ઊર્જાના ભાવો તૂટ્યા છે.અમે એલઈડી લાઇટ્સને પણ જબરદસ્ત વેગ આપ્યો છે.

વાહનવ્યવહાર ક્ષેત્ર માટે સીએનજી, એલપીજી અને બાયો ફયુલ એ વધારે સાફ બળતણ છે. આપણે હજુ ઉજ્જડ જમીનમાં બાયો ડિઝલ ઉત્પન્ન કરવા માટેના અન્ય વિકલ્પો શોધવાની જરૂર છે, જેનાથી આગળ જતા ખેડૂતોને નાણાકીય મદદ મળશે. દેશના ઊર્જાના પડકારને પહોંચી વળવા માટે બીજી અને ત્રીજી પેઢીના બાયો ફયુલ તથા ફયુલ સેલ ઉપર સંશોધન અને વિકાસ કરવો જરૂરી છે.

હવે હું ઊર્જા સુરક્ષા તરફ વળું. આપણે આપણા ડોમેસ્ટિક ખનીજ અને ગેસ ઉત્પાદનને વધારવાની તથા આયાત નિર્ભરતાને ઘટાડવાની જરૂર છે. મેં વર્ષ 2022 સુધીમાં આ આયાત નિર્ભરતાને 10 ટકા સુધી ઘટાડવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. આ બાબત વધી રહેલા ખનીજના ઉપયોગના સમયગાળા દરમિયાન જ પ્રાપ્ત કરવી પડશે.

આપણી પાસે ડોમેસ્ટિક હાયડ્રોકાર્બનના ઉત્પાદનને વેગવાન બનાવવા મૈત્રીપૂર્ણ રોકાણની એક મજબુત યોજના છે. આશરે બે દાયકા પહેલા ભારતે ન્યુ એકસ્પ્લોરેશન લાયસન્સીંગ સત્તાનો પ્રારંભ કર્યો હતો. તેણે 100 ટકા સીધા વિદેશી મૂડી રોકાણને પરવાનગી આપી અને ખાનગી સ્પર્ધકોને આવવાની, રોકાણ કરવાની અને ભારતીય અપસ્ટ્રીમ ક્ષેત્રમાં કામ કરવાની તક પૂરી પાડી. આમ છતાં, અનેક પરિબળોએ ભારતના ડોમેસ્ટિક ખનીજ અને તેલના ઉત્પાદન પર અવળી અસર પાડી.

ભારતને એક સાચું મૈત્રીપૂર્ણ રોકાણનું સ્થાન બનાવવા માટે અમે નવી હાયડ્રોકાર્બન એકસ્પ્લોરેશન અને ઉત્પાદન પોલીસી સાથે આવ્યા છીએ. તે શેલ ઓઈલ અને ગેસ તથા કોલ બેડ મીથેન સહિતના તમામ હાયડ્રોકાર્બનના સંસોધન અને ઉત્પાદન માટે એક સમાન લાયસન્સ પૂરું પાડે છે.
• હરાજી કર્તાઓને પોતે ઇચ્છતા હોય તે મુજબ પસંદગી કરવાની છૂટ આપતી એક્રીએજ પોલીસી ખોલી આપે છે
• વિવાદોની શક્યતાઓને દુર કરવા માટે નફા ભાગીદારી મોડલને બદલે આવક ભાગીદારી મોડલ
• ઉત્પાદિત કરાયેલ ખનીજ તેલ અને કુદરતી ગેસ માટે માર્કેટિંગ અને ભાવની સ્વતંત્રતા

ગયા વર્ષે અમે નવી માર્જિનલ પોલીસીની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ હરાજી માટે સડસઠ ક્ષેત્રોનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. આ બધા જ સડસઠ ક્ષેત્રો સાથે મળીને ખનીજ તેલ અને તેલના જેવો જ કુદરતી વાયુનો નેવ્યાશી મિલિયન મેટ્રિક ટન જથ્થો ધરાવતા હોવાનો અંદાજ છે. અંદાજીત પ્રાપ્ત કરી શકાય તેવો જથ્થો ત્રીસ મિલયન મેટ્રિક ટન હોવાનો અંદાજ છે. હું સમજું છું કે ભાગ લઇ રહેલી અનેક વૈશ્વિક કંપનીઓ સાથે હરાજીની પ્રક્રિયા માટે પ્રોત્સાહક પ્રતિભાવ મળ્યો છે.

હવેથી ડાઉન સ્ટ્રીમ સેક્ટર એ બજારના તમામ સ્પર્ધકો માટે એક સમાન સ્તરીય રચના દ્વારા વધુ ખુલ્યું છે. તેનાથી થતી સ્પર્ધા એ આપણી માર્કેટિંગ કંપનીઓની ચોકસાઈ અને અસરકારકતામાં વધારો કરશે.

આપણી સક્રિય વિદેશ નીતિ અને એનર્જી ડીપ્લોમસી આપણા પાડોશી દેશો સાથેના આપણા સંબંધને મજબૂત કરવામાં મદદ કરે છે. હું આશા રાખું છું કે આપણી ગેસ અને તેલ ક્ષેત્રની કંપનીઓ તેમના વિદેશી સહયોગીઓ સાથે મળીને વધુ સારા તેલની શોધ કરવાની તક ઝડપી લેશે. તાજેતરમાં જ રશિયામાં 15 મિલિયન ટનના ઇક્વિટી ઓઈલ માટે 5.6 બિલિયન ડોલરના હાયડ્રોકાર્બન એસેટનું હસ્તાંતરણ એ એક ઉદાહરણ છે. ભારતીય ઊર્જા કંપનીઓ બહુ રાષ્ટ્રીય બનવી જોઈએ, અને ભારત – મધ્ય પૂર્વ, ભારત – મધ્ય એશિયા, અને ભારત – દક્ષિણ એશિયા ઊર્જા કોરીડોર તરફ કામ કરવું જોઈએ.

કુદરતી વાયુ એ આવનારી પેઢીનું બળતણ છે – સસ્તું અને ઓછું પ્રદૂષિત. અમે ગેસ આધારિત અર્થવ્યવસ્થાને પ્રાથમિકતા આપી છે. જયારે વધી રહેલી સ્થાનિક જરૂરિયાતને પહોંચી વળવા માળખાગત ક્ષેત્રોનું નિર્માણ થઇ રહ્યું છે ત્યારે કુદરતી વાયુના ઉત્પાદનને વધારવાના પ્રયત્નો કરવા જોઈએ. ભારતનું પુનઃ પ્રાપ્ય ઊર્જાનું ઉત્પાદન વધી રહેલું હોઈ કુદરતી વાયુની પણ એક અગત્યની સંતુલિત ભૂમિકા બનશે. સંતુલન કરવા અને ઊર્જાનું નિર્માણ પૂરું પાડવા માટે ગેસ આધારિત ઊર્જા મુશ્કેલ છે.

મિત્રો, આ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે આપણે પ્રોજેક્ટ અને સ્ત્રોત વહીવટમાં ખુબ જ કાર્યક્ષમ બનવું પડશે. આ એક એવું ક્ષેત્ર છે જેની ભારતને સ્પર્ધામાં ટકી રહેવા માટે જરૂર છે. તે માત્ર આપણી રીફાઈનીંગ અને પ્રોસેસિંગ કાર્યક્ષમતાને જ નહી વધારે પરંતુ સમયસર અને ચોકસાઈ પૂર્વકના પ્રોજેક્ટને પૂરો કરવાની બાંયેધરી પણ પૂરી પાડશે.

ભારત એ બુદ્ધિ ક્ષમતા અને વ્યવસાયની બાબતમાં હંમેશા અન્ય લોકો માટે પ્રેરણા બનીને રહ્યો છે. મને પૂરો વિશ્વાસ છે કે “મેક ઇન ઇન્ડિયા”, “સ્ટાર્ટ અપ ઇન્ડિયા” અને “સ્ટેન્ડ અપ ઇન્ડિયા” જેવી પહેલો સાથે યુવાનોને ભારતીય તેલ અને ગેસ ક્ષેત્રમાં ખેડાણ કરવા તથા નવીન વિચારોનો પ્રાદુર્ભાવ કરવાની તક સાંપડશે. રીફાઈનીંગ, નેનો ટેકનોલોજી, કેટાલિસ્ટ ડેવલોપમેન્ટ, બાયો ફયુલ અને વૈકલ્પિક ઊર્જામાં ટેકનોલોજી વિકાસ એ કેટલાક ક્ષેત્રો છે જેની ઉપર આપણે ધ્યાન આપવું જરૂરી છે. ઇન્ડિયન ઓઈલ દ્વારા ઇન્ડ મેક્સ ટેકનોલોજીનો સફળ વિકાસ એ રચનાત્મક વિચારનું એક ઉદાહરણ છે કે જે હવે વ્યવસાયિક ઉપયોગના સ્તર પર ચાલી રહ્યું છે.

વૈશ્વિક હાયડ્રોકાર્બન કંપનીઓને મારો સંદેશ છે કે: અમે તમને આવવાનું અને મેક ઇન ઇન્ડિયા બનાવવાનું આમંત્રણ આપીએ છીએ. અમારા સતત પ્રયત્નોએ વેપાર કરવાની સરળતામાં ભારતના રેન્કને ઉપર ઉઠાવ્યો છે. હું તમને વિશ્વાસ અપાવું છું કે આપણી ભાગીદારી મજબૂત છે અને આપણો ધ્યેય રેડ ટેપ હટાવીને રેડ કાર્પેટ બિછાવવાનો છે.

મિત્રો,
એક તરફ વધી રહેલી જરૂરીયાતને પહોંચી વળવા માટે આપણે સસ્તા, અને વિશ્વસનીય ઊર્જાના સ્ત્રોતની જરૂર છે. હાયડ્રોકાર્બન એ આ મિશ્રણનું મહત્વનું અંગ બની રહેશે. બીજી તરફ આપણે પર્યાવરણ પ્રત્યે પણ સંવેદનશીલ બનવાની જરૂર છે. મને ખાતરી છે કે આ વખતનો ઓગસ્ટનો મેળાવડો નવા વિચારો સાથે આવશે, જેમાં હાયડ્રો કાર્બન ભવિષ્યને વધુ ચોકસાઈ પૂર્વકનું અને સંતુલિત બળતણ પૂરું પાડશે.

હું તમને સરકાર તરફથી તમામ સંભવિત મદદની બાંયેધરી આપું છું. હું આપ સૌનો અહીં ઉપસ્થિત રહેવા બદલ અને ભારતમાં ઊર્જા ક્ષેત્રમાં બદલાવનો હિસ્સો બનવા બદલ આભાર માનું છું