PM Narendra Modi lays foundation stones for several development projects in Mumbai
PM Modi lays foundation of the Shiv Smarak, a towering statue in the Arabian Sea in the memory of Maratha king Chhatrapati Shivaji
Even in the midst of struggle, Shivaji Maharaj remained a torchbearer of good governance: PM
Development is the solution to all problems, it is the way ahead: PM
The strength of 125 crore Indians will bring about change in this nation: PM Modi
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મુંબઈમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ માટે ખાતમુહૂર્ત કર્યું હતું. તેમાં મેટ્રોની બે લાઇન, મુંબઈ ટ્રાન્સહાર્બર લિન્ક, મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ ફેઝ-III અને બે એલીવેટેડ રોડ સામેલ છે.
આ અગાઉ પ્રધાનમંત્રીએ મુંબઈના દરિયાકિનારે અરબી સમુદ્રમાં છત્રપતી શિવાજી મહારાજ સ્મારક માટે જલ પૂજા કરી હતી.

આ પ્રસંગે મુંબઈમાં બાન્દ્રા કુર્લા કોમ્પ્લેક્સ પર મોટી સંખ્યામાં જનમેદની એકત્ર થઈ હતી. તેમને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, શિવાજી મહારાજ સંઘર્ષ વચ્ચે સુશાસન માટે દીવાદાંડીરૂપ રહ્યા હતા. શિવાજી મહારાજ બહુમુખી પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતા હતા અને તેમના વ્યક્તિત્વની ઘણી ખાસિયતો આપણા માટે પ્રેરણારૂપ છે તેવું તેમણે જણાવ્યું હતું. તેઓ સાહસિક હતા એ આપણે બધા જાણીએ છીએ, પણ શિવાજીના અન્ય ઘણા પાસા આપણે જાણવા જોઈએ, જેમ કે તેમની જળનીતિ અને ધિરાણ તેવું શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, શિવાજી સ્મારકનું જળ પૂજન અતિ વિશિષ્ટ હતું અને તેમને આ તક મળી તેની તેમને ખુશી છે. 

તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, વિકાસ તમામ સમસ્યાઓનું સમાધાન છે, તે પ્રગતિનો માર્ગ છે. 125 કરોડ ભારતીયોની તાકાત આ દેશમાં પરિવર્તનનો પવન ફૂંકશે તેવું તેમણે ઉમેર્યું હતું.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અમારી સરકારે જે દિવસથી જવાબદારી સંભાળી છે ત્યારથી ભ્રષ્ટાચાર સામેની લડાઈ ચાલુ છે અને 8મી નવેમ્બરના રોજ ઐતિહાસિક નિર્ણય લેવાયો હતો. લોકોને ગેરમાર્ગે દોરવા અને ઉશ્કેરવા પ્રયાસ થયા હતા, પણ જનતાએ ભ્રષ્ટાચાર અને કાળા નાણાં સામેની લડાઈને સમર્થન આપ્યું હતું. ભારતની જનતા ભ્રષ્ટાચાર અને કાળા નાણાંને નહીં ચલાવે તેવું પણ તેમણે ઉમેર્યું હતું.