PM Modi to visit Laos, attend East Asia Summit and ASEAN summit
PM Modi's Laos visit aims to enhance India's physical and digital connectivity with southeast Asia
PM Modi to hold bilateral level talks with world leaders on the sidelines of ASEAN and East Asia Summits
ASEAN is a key partner for our Act East Policy, which is vital for the economic development of our Northeastern region: PM Modi

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આસિયાન-ભારત શિખર પરિષદ તથા લાઓસના પાટનગર વિઆંતિયાન ખાતે તા. 7 સપ્ટેમ્બર 2016 થી 8 સપ્ટેમ્બર 2016 સુધી યોજાનાર 11મી પૂર્વ એશિયા શિખર પરિષદમાં હાજરી આપશે.

પ્રધાનમંત્રીએ તેમના ફેસબુક એકાઉન્ટની પોસ્ટમાં જણાવ્યું છે કેઃ

“હું વિઆંતિયાન લાઓ પીડીઆરમાં તા. 7-8 સપ્ટેમ્બરના રોજ હાજરી આપીશ. જે આપણા ઉત્તરના વિસ્તારના વિકાસ માટે મહત્વની બની રહેશે. આસિયાન સાથે આપણી વ્યુહાત્મક ભાગીદારી આપણા સલામતીના હિતો માટે તથા આ વિસ્તારની સલામતીના પરંપરાગત અને બિન-પરંપરાગત પડકારોનો સામનો કરવા માટે પણ મહત્વની છે. ઈસ્ટ ઈન્ડિયા શિખર પરિષદ એ એસિયા પેસિફિક રિજીયન સમક્ષના પડકારો અને તકોની ચર્ચા માટે પ્રિમિયર ફોરમ બની રહે છે. આપણા સંબંધને અભિગમને એક શબ્દમાં સમાવી શકાય તેમ છે અને એ શબ્દ છે – કનેકટિવીટી લોકો અને લોકો વચ્ચેની કડી વધુ મજબૂત બને, અને સંસ્થાકીય કડીઓ મજબૂત થાય અને આધુનિક તથા પરસ્પર સાથે સંકળાયેલી દુનિયાનો પરસ્પરના લાભ અને હિત માટે ઉપયોગ થઈ શકે તે આપણા તમામ લોકોના હિતમાં છે. ”

મુલાકાત દરમિયાન મને પરિષદમાં ભાગ લઈ રહેલા નેતાઓ સાથે પરામર્શ કરવાની તક મળશે અને પરસ્પર સાથે નિસબત ધરાવતા દ્વિપક્ષી મુદ્દાઓની પણ ચર્ચા થશે.