Corruption has adversely impacted the aspirations of the poor and the middle class: PM
700 Maoists surrendered after demonetization and this number is increasing: PM
Today a horizontal divide - on one side are the people of India and the Govt & on the other side are a group of political leaders: PM
India is working to correct the wrongs that have entered our society: PM
Institutions should be kept above politics; the Reserve Bank of India should not be dragged into controversy: PM

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવનો જવાબ આપ્યો હતો.

તેમણે કહ્યું હતું કે, વિમુદ્રીકરણ પર કેટલાક સભ્યોએ તેમના અભિપ્રાયો વ્યક્ત કર્યા છે અને તેના પર નોંધપાત્ર ચર્ચા થઈ હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કાળું નાણું અને ભ્રષ્ટાચાર સામેની લડાઈ રાજકીય લડાઈ નથી અને તેનો ઉદ્દેશ કોઈ એક રાજકીય પક્ષને લક્ષ્યાંક બનાવવાનો નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચારથી ગરીબો અને મધ્યમ વર્ગની આકાંક્ષાઓને નુકસાન થાય છે. તેમણે જણાવ્યું હતું કે, જે લોકો વ્યવસ્થા સાથે છેતરપિંડી કરે છે તેમની સામે કડક હાથે કામ લેવામાં આવશે, જેથી ગરીબોના હાથ મજબૂત કરી શકાય.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વિમુદ્રીકરણ પછી આશરે 700 માઓવાદીએ આત્મસમર્પણ કર્યું છે અને આ સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આજે દેશ વિભાજીત થઈ ગયો છે, જેમાં એક તરફ કેન્દ્ર સરકાર અને ભારતની જનતા છે, તો બીજી તરફ રાજકીય નેતાઓનું જૂથ છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે ભારત આપણા સમાજમાં પેસી ગયા સડાને દૂર કરવાનું કામ કરી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, આપણે વ્યવહારિક ફેરફાર માટે અગ્રેસર થવાનું જાળવી રાખવું પડશે અને આપણા દેશની ક્ષમતાને નજરઅંદાજ ક્યારેય ન કરવી જોઈએ.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સંસ્થાઓને રાજકારણથી પર રાખવી પડશે અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને કોઈ વિવાદમાં લાવવી ન જોઈએ.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, શાસન સાથે સંબંધિત બાબતો પર ઘણી કામગીરી થઈ છે, જેણે દેશના સામાન્ય નાગરિકોને તાકાત આપી છે. તેમણે પારદર્શકતાનો ઉલ્લેખ કર્યો હતો, જે સરકારી ઇ-માર્કેટપ્લેસ મારફતે સરકારી ખરીદી પ્રક્રિયામાં આવી છે.

પ્રધાનમંત્રીએ સ્વચ્છ ભારતના સંદેશને આગળ વધારવા અને જાગૃતિ લાવવા બદલ મીડિયાને અભિનંદન આપ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, ગ્રામીણ વિસ્તારોમાં સાફસફાઈમાં વધારો થયો છે. તેમણે કહ્યું હતું કે, સ્વચ્છતાને જન આંદોલન બનાવવું પડશે અને આપણે બધાએ આ માટે કામ કરવું જોઈએ.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, એક ભારત, શ્રેષ્ઠ ભારત પહેલ હેઠળ આપણને બધાને દેશના વિવિધ વિસ્તારોની સંસ્કૃતિ અને ક્ષમતાઓ વિશે જાણવાની અને તેની કદર કરવાની તક મળી છે.

Click here to read full text speech