પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, સ્વચ્છ ભારત અભિયાને દેશમાં જનતાની માનસિકતા બદલી છે. શ્રી મોદીએ સ્વચ્છતાનાં સંદેશના પ્રસારમાં અને લોકો વચ્ચે જાગૃતિ લાવવા માટે મીડિયાએ ભજવેલી ભૂમિકાની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ એવું પણ જણાવ્યું હતું કે, દેશના ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છ વિસ્તાર 42 ટકાથી વધીને 60 ટકા થયો હતો.