Group of Secretaries present ideas for transformative change in different areas of governance
Secretaries to GoI present ideas on science and technology, energy and environment to PM Modi

ભારત સરકારના સચિવોના ત્રણ જૂથે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સમક્ષ સુશાસન માટે ત્રણ અલગ-અલગ ક્ષેત્રોમાં મોટું પરિવર્તન લાવવા વિચારો પ્રસ્તુત કર્યા હતા.

“સુશાસન” પર પ્રેઝન્ટેશન પર નાગરિક કેન્દ્રિત સેવા પ્રદાન કરવી, ડિજિટલ સર્વસમાવેશક પ્રક્રિયા, કાયદામાં નવીનતા અને તેનું સરળીકરણ જેવા વિષયો પ્રસ્તુત કરવામાં આવ્યાં હતાં.

“વિજ્ઞાન અને ટેકનોલોજી” પર પ્રેઝન્ટેશનમાં અભ્યાસ માટેની તકો અને સુલભતા, રોજગારી અને સ્ટાર્ટઅપ્સ તથા “વિજ્ઞાનને લોકો સુધી સરળતાપૂર્વક પહોંચાડવું” જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

“ઊર્જા અને પર્યાવરણ” પર પ્રેઝન્ટેશનમાં ઊર્જાના વિવિધ સ્ત્રોતો અને ઊર્જાની કાર્યદક્ષતા સાથે સંબંધિત સૂચનો સામેલ હતા.

આ પ્રસંગે કેન્દ્રિય મંત્રીઓ અને નીતિ આયોગના અધિકારીઓ પણ ઉપસ્થિત હતા.

વર્તમાન સીરિઝમાં વિવિધ સુશાસન સંબંધિત ક્ષેત્રો પર કુલ 9 પ્રેઝન્ટેશનમાંથી કુલ ચાર પ્રેઝન્ટેશન રજુ કરાયા છે.