ઉત્તરપ્રદેશમાં લખિમપુરમાં જનસભાને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, રાજ્ય સરકારે છેલ્લાં પાંચ વર્ષમાં થયેલી પ્રગતિ વિશે લોકોને જાણકારી આપવી જોઈએ. તેમણે આરોપ મૂક્યો હતો કે, ચૂંટણીના કારણે ઉત્તરપ્રદેશની સરકારે લખનૌ મેટ્રોના અધૂરાં નિર્માણ કાર્યનું ઉદ્ઘાટન કર્યું હતું. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “રાજ્યમાં ચૂંટણીઓ આવતી હોવાથી ઉત્તરપ્રદેશની સરકારે લખનૌમાં મેટ્રોના અપૂર્ણ કાર્યનું ઉદ્ઘાટન કર્યું હતું! હું અખિલેશજીને લખનૌમાં આવવા આમંત્રણ આપું છું. હું પણ ત્યાં હોઈશ અને ચાલો આપણે મેટ્રોની સવારી કરીએ. મને નવાઈ લાગે છે કે ન તો કોઈ ટ્રેન દોડે છે, ન કોઈ સ્ટેશનનું નિર્માણ પૂર્ણ થયું છે અને તમે તો પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરી નાંખ્યું!”

તેમણે તબીબી સુવિધાઓ શરૂ ન થયેલી અને ડૉક્ટર્સ ઉપલબ્ધ નથી તેવી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવાનો આરોપ પણ ઉત્તરપ્રદેશની સરકાર પર મૂક્યો હતો.