લોકસભામાં રાષ્ટ્રપતિના સંબોધન પર ધન્યવાદ પ્રસ્તાવ પર જવાબ આપતાં પ્રધાનમંત્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે એનડીએ સરકારે ભારતનાં ગામડાઓને ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક સાથે જોડવાનું કામ યુદ્ધનાં ધોરણે હાથ ધર્યું છે. શ્રી મોદીએ કહ્યું હતું કે, “વર્ષ 2011થી 2014 વચ્ચે નેશનલ ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક અંતર્ગત ફક્ત 59 ગામડાઓને લાભ થયો હતો, પણ તેનાથી છેવાડાનાં ગામડાં સુધી જોડાણ સુનિશ્ચિત થયું નહોતું. ખરીદીની પ્રક્રિયા પણ સંપૂર્ણપણે કેન્દ્રિય હતી. પણ વર્ષ 2014માં અમે સરકાર બનાવી પછી સ્થિતિ બદલાઈ હતી. અમે ખરીદીની પ્રક્રિયા માટે વિકેન્દ્રિય અભિગમ અપનાવ્યો છે. અને આજે ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક સમગ્ર ભારતમાં 76,000 ગામડાઓમાં ફેલાયું છે, જે છેવાડાના ગામડાં માટે જોડાણને સુનિશ્ચિત કરે છે.”
Login or Register to add your comment