Eight-member delegation of British Parliamentarians meets PM Modi
The relations between India and UK have strong bipartisan support in both countries: PM
India and UK are natural partners in the global fight against terrorism: PM

બ્રિટનના આઠ સાંસદોનું પ્રતિનિધિમંડળ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યું હતું.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત અને બ્રિટન વચ્ચેના સંબંધો બંને દેશોમાં દ્વિપક્ષીય સમર્થનથી મજબૂત થયા છે. તેમણે બંને દેશોના સાંસદો વચ્ચે આદાનપ્રદાન વધારવા અપીલ કરી હતી.

 

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ નવેમ્બર, 2015માં તેમની બ્રિટનની મુલાકાત અને નવેમ્બર, 2016માં બ્રિટનના પ્રધાનમંત્રી થેરેસા મેની ભારતની મુલાકાતને યાદ કરી હતી. પ્રધાનમંત્રીએ વર્ષ 2017ની ‘ઇન્ડિયા-યુકે યર ઓફ કલ્ચર’ તરીકેની ઉજવણીને આવકારી હતી.

પ્રધાનમંત્રીએ એવું પણ જણાવ્યું હતું કે, ભારત અને બ્રિટન આતંકવાદ સામેની વૈશ્વિક લડાઈમાં સ્વાભાવિક ભાગીદારો છે તથા તેમણે સાંસદોને આતંકવાદ, કટ્ટરવાદ અને રૂઢિચુસ્તતા સામે તેમનો અવાજ સંયુક્તપણે ઊઠાવવાનું ચાલુ રાખવા વિનંતી કરી હતી.