શ્રી નરેન્દ્ર મોદીએ હરિદ્વારમાં જનસભાને સંબોધતા ટિપ્પણી કરી હતી કે ઉત્તરાખંડની જનતાએ રાજ્યની ચૂંટણીમાં સત્તામાંથી કલંકિત કોંગ્રેસ સરકારને દૂર કરવા મન બનાવી લીધું છે. શ્રી મોદીએ કહ્યું હતું કે, ઉત્તરાખંડની જનતાએ લોકોના કલ્યાણનો ક્યારેય વિચાર ન કરનાર સરકારમાંથી રાજ્યને મુક્ત કરવાનો સંયુક્તપણે નિર્ધાર કરવો પડશે.