PM Modi inaugurates International Conference and Exhibition on Sugarcane Value Chain in Pune
Besides the sugar sector, we should also think of globally competitive bamboo products: PM
We cannot ignore the global economy when we are looking at the sugar industry: PM Modi
PM Modi outlines the steps taken by the Union Government for the welfare of farmers
Demonetization of Rs. 500 & Rs. 1000: Farmers will not be taxed, says PM Modi

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પૂણેમાં સુગરકેન વેલ્યુ ચેઇન – વિઝન 2025 સુગર પર આંતરરાષ્ટ્રીય પરિષદ અને પ્રદર્શનનું ઉદ્ગાટન કર્યું હતું.

 

પ્રધાનમંત્રીએ વસંતદાદા સુગર ઇન્સ્ટિટ્યૂટમાં પાકના જીવંત પ્રદર્શનની મુલાકાત પણ લીધી હતી.

પ્રધાનમંત્રીએ આ પ્રસંગે કહ્યું હતું કે, આપણે વિચારવું જોઈએ કે સંશોધન આપણા ખેડૂતોને કેવી રીતે મદદ કરી શકે છે. તેમણે જણાવ્યું હતું કે, ખાંડ ક્ષેત્ર ઉપરાંત આપણે વાંસના ઉત્પાદનોને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા વિચાર કરવો જોઈએ.

 

પ્રધાનમંત્રીએ જમીનની ઊંચી ઉત્પાદકતા પર ધ્યાન કેન્દ્રીત કરવાની અપીલ કરી હતી. તેમણે કઠોળની જરૂરિયાતોનો ઉલ્લેખ પણ કર્યો હતો અને જણાવ્યું હતું કે, કઠોળના ઉત્પાદનો માટે પણ સુનિશ્ચિત બજાર છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જ્યારે આપણે ખાંડ ઉદ્યોગનો વિચાર કરીએ, ત્યારે આપણે વૈશ્વિક અર્થંતત્રની અવગણના ન કરી શકીએ.

પ્રધાનમંત્રીએ ખેડૂતોના હિતો જાળવવા કેન્દ્ર સરકારે લીધેલા પગલાંની રૂપરેખા આપી હતી, જેમાં સોઇલ હેલ્થ કાર્ડ, સોલર પમ્પ વગેરેની જોગવાઈ સામેલ છે.


પ્રધાનમંત્રીએ કેન્દ્ર સરકારે તાજેતરમાં રૂ. 500 અને રૂ. 1000ની ચલણી નોટો પરત ખેંચવા માટે લીધેલા નિર્ણય વિશે પણ વાત કરી હતી અને ખેડૂતોને ખાતરી આપી હતી કે તેમના પર કરવેરો નહીં લાગે.