આપણા દેશના નાણા મંત્રી અરુણ જેટલીજીને શ્રેષ્ઠ અંદાજપત્ર આપવા બદલ ખુબ ખુબ અભિનંદન આપું છું. આ એક એવું અંદાજપત્ર છે કે જે ગરીબોને સશક્ત બનાવશે, બુનિયાદી ઢાંચાને વધુ મજબૂત પણ બનાવશે, ગતિ પણ આપશે, દરેકની આશાઓને અવસર પણ આપશે, અર્થતંત્રને એક નવી તાકાત આપશે, નવી મજબૂતી આપશે અને વિકાસને ખૂબ ઝડપ આપશે. આ અંદાજપત્રમાં હાઈવે પણ બન્યા, આઈવે પણ વધ્યા, દાળના ભાવથી લઈને ડેટાની સ્પીડ સુધી, રેલવેના આધુનિકરણથી લઈને સહેલા અર્થતંત્રનું નિર્માણ કરવાની દિશામાં, શિક્ષણથી લઈને સ્વાસ્થ્ય સુધી, ઉદ્યમીથી લઈને ઉદ્યમ સુધી, ટેકસટાઇલ ઉત્પાદનથી લઈને ટેક્સ ડીડકશન સુધી દરેકના સપના સાકાર કરવાનું મજબૂત પગલું આ અંદાજપત્રમાં સ્પષ્ટપણે જોવા મળે છે. આ ઐતિહાસિક અંદાજપત્ર માટે નાણા મંત્રીની સાથે સાથે તેમની આખી ટૂકડી પણ અભિનંદનની અધિકારી છે.

આ અંદાજપત્ર દેશના વિકાસ માટે ગયા અઢી વર્ષમાં જે પગલા લેવામાં આવ્યા, જે નિર્ણયો કરવામાં આવ્યા અને ભવિષ્યમાં અને વધુ મજબૂતી સાથે આગળ વધવાના ઈરાદાઓની વચ્ચે આ એક ખુબ મહત્વપૂર્ણ કડી છે. આ અંદાજપત્રને હું જોઈ રહ્યો છું, એક અન્ય મહત્વપૂર્ણ પગલું એ છે કે રેલવે અંદાજપત્રને સામાન્ય અંદાજપત્રમાં ભેળવી દેવામાં આવ્યું છે. તેનાથી સમગ્ર ટ્રાન્સપોર્ટ સેક્ટરને તેના સંકલિત આયોજનમાં મદદ મળશે.

દેશમાં વાહનવ્યવહારથી જોડાયેલી જરૂરીયાતોની પૂર્તિમાં રેલવે હવે પોતાનું યોગદાન અને વધુ સારી રીતે કરી શકશે. આ અંદાજપત્ર કૃષિ ક્ષેત્ર, ગ્રામીણ ક્ષેત્ર, સામાજિક કલ્યાણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આ બધા ક્ષેત્રોમાં એક ખાસ ધ્યાન આકર્ષિત કરે છે. રોકાણ વધારવા અને રોજગારના નવા અવસર ઊભા કરવાની દ્રષ્ટીએ સરકારની જે પ્રતિબદ્ધતાઓ છે તે આ અંદાજપત્રમાં સ્પષ્ટપણે જોવા મળે છે. આ યોજનાઓ માટે ફાળવણીમાં પણ ઘણો વધારો કરવામાં આવ્યો છે, સરકારી રોકાણને મજબૂતી આપવા માટે રોડ અને રેલ સેક્ટરની માટે પણ ફાળવણીમાં ઘણી વૃદ્ધિ કરવામાં આવી છે. સરકારનું લક્ષ્ય 2022 સુધી આપણા દેશના ખેડૂતોની આવક બેગણી કરવાનું છે, બમણી કરવાની છે, નીતિઓ અને યોજનાઓ એ જ રીતે નક્કી કરવામાં આવી છે, અંદાજપત્રમાં સૌથી વધુ ધ્યાન આ વખતે પણ ખેડૂત, ગામડા, ગરીબ, દલિત, પીડિત, શોષિત તેમની ઉપર કેન્દ્રીત કરવામાં આવ્યું છે.

ખેતી, પશુ પાલન, ડેરી, મત્સ્ય ઉદ્યોગ, વોટરશેડ ડેવલપમેન્ટ, સ્વચ્છ ભારત મિશન આ બધા ક્ષેત્રો એવા છે જે ગામની આર્થિક સ્થિતિમાં ઘણો મોટો બદલાવ પણ લાવશે અને ગ્રામીણ જીવન જીવનારા લોકોના જીવનની ગુણવત્તામાં પણ ઘણો મોટો બદલાવ લાવશે. અંદાજપત્રમાં રોજગારી વધારવા ઉપર પણ પૂરો ભાર આપવામાં આવ્યો છે, નોકરી માટે નવી નવી તકો ઊભી કરનારા સેક્ટર ઇલેક્ટ્રોનિક ઉત્પાદન, ટેક્સટાઇલ તેને વધુ રકમ આપવામાં આવી છે, અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનારા લોકોને, સંગઠિત ક્ષેત્રમાં લાવવા માટે પણ વિસ્તૃત જોગવાઈઓ કરવામાં આવી છે. કૌશલ્ય વિકાસ અંદાજપત્રમાં ઘણી વૃદ્ધિ કરવામાં આવી છે તે આપણા દેશના યુવાનોને ધ્યાનમાં રાખીને અને જે ભૌગોલિક વિભાગો છે તેનો ભરપુર ફાયદો ભારતને મળે તેની ઉપર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે.

મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ બાંયધરી યોજના તેની માટે પણ અત્યાર સુધી જે કરવામાં આવ્યું છે તે કોઈ પણ વર્ષમાં ના થઈ હોય તેટલી રેકર્ડ ફાળવણી કરવામાં આવી છે. અંદાજપત્રમાં મહિલા કલ્યાણ ઉપર પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે, મહિલાઓ અને બાળકોથી જોડાયેલી યોજનાઓ માટે અંદાજપત્રમાં વધારો કરવામાં આવ્યો છે, સ્વાસ્થ્ય અને ઊચ્ચ શિક્ષણ માટે પણ અંદાજપત્રમાં ઘણી વૃદ્ધિ કરવામાં આવી છે. આર્થિક વિકાસમાં ઝડપ લાવવા માટે અને રોજગારીની નવી તકો બનાવવામાં હાઉસિંગ અને બાંધકામ ક્ષેત્રની ઘણી મોટી ભૂમિકા છે. આ અંદાજપત્ર ગ્રામીણની સાથે સાથે શહેરી વિસ્તારોમાં પણ હાઉસિંગ ક્ષેત્રને મજબૂતી આપવાનું છે. રેલવેના અંદાજપત્રમાં એક વાત ઉપર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે અને તે છે રેલવે સુરક્ષા ફંડ, આ ફંડની મદદથી રેલવે સુરક્ષા ઉપર પૂરતા નાણા ખર્ચ કરવામાં મદદ મળશે. અંદાજપત્રમાં રેલવે અને રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મૂડી વપરાશમાં ખાસ્સી વૃદ્ધિ કરવામાં આવી છે.

ડિજિટલ અર્થતંત્ર માટે જે વ્યાપક પકેજ આપવામાં આવ્યું છે તેનાથી ટેક્સ ચોરીની સંભાવનાઓ ઓછી થશે અને અર્થવ્યવસ્થામાં કાળા નાણાંના પ્રવાહ પર નિયંત્રણ શક્ય બનશે. ડિજિટલ અર્થવ્યવસ્થાને એક મિશનના રૂપમાં શરુ કરવાથી આવનારા વર્ષમાં 2017-18માં બે હજાર પાંચસો કરોડ ડિજિટલ ટ્રાન્ઝેક્શનના મોટા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં ઘણી મોટી મદદ મળશે. આપણા નાણા મંત્રીજીએ કર પ્રણાલીમાં જે સુધારા અને સંશોધન કર્યા છે તેનાથી મધ્યમ વર્ગને રાહત મળશે, ઉદ્યોગોની સ્થાપના થશે, રોજગારની તકો મળશે, ભેદ ભાવની શક્યતાઓ ખતમ થશે અને સૌથી મહત્વપૂર્ણ પાસું એ છે કે ખાનગી રોકાણને પ્રોત્સાહન મળશે.

અંદાજપત્રમાં વ્યક્તિગત આવક વેરો ઓછો કરવાની જાહેરાત દેશના મધ્યમ વર્ગને વધારે સ્પર્શ કરે છે, ખૂબ મહત્વપૂર્ણ છે. 10 ટકાથી લઈને એકદમ 5 ટકા કરી દેવો એ અત્યંત સાહસિક નિર્ણય છે. લગભગ હિન્દુસ્તાનના મહત્તમ કર દાતાઓને તેનાથી ઘણો મોટો ફાયદો થવાનો છે. તમે જોયું હશે કે અંદાજપત્રમાં કાળા નાણાં અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ મારી લડાઈ સતત ચાલી રહી છે. રાજકીય ફંડિંગની ચર્ચા આપણા દેશમાં ઘણી થયા કરે છે, રાજનૈતિક દળો હંમેશા ચર્ચાના ઘેરામાં રહે છે, ચૂંટણીમાં ડોનેશન ભેગું કરવાની નવી યોજના પણ નાણા મંત્રીજીએ દેશની આશા અને આકાંક્ષા અને કાળા નાણાંની વિરુદ્ધ પોતાની લડાઈને અનુરૂપ રજૂ કરી છે. દેશના નાના અને મધ્યમ ઉદ્યોગ નોકરીની નવી તકો ઊભી કરવા માટેના સૌથી મોટા સ્ત્રોત છે. આ ઉદ્યોગોની જૂની માગ એ રહી છે કે વૈશ્વિક સ્પર્ધામાં વૈશ્વિક સ્તર પર સામનો કરવામાં તેમને તકલીફો આવી રહી છે. જો તેના માટે ટેક્સ ઓછો કરવામાં આવે તો આપણા દેશમાં લઘુ ઉદ્યોગો કે જે લગભગ 90 ટકાથી વધારે છે, એટલા માટે સરકારે નાના નાના ઉદ્યોગોને અને તેની પરિભાષામાં બદલાવ કરીને તેમની સીમાને પણ વધારી છે અને ટેક્સને પણ 30 ટકાથી ઘટાડીને 25 ટકા કરી દેવામાં આવ્યો છે. એટલે કે દેશના ઉદ્યોગ જગતના 90 ટકાથી વધુ લોકો તેનો ફાયદો ઊઠાવી શકશે. મને વિશ્વાસ છે કે આ નિર્ણય દેશના નાના ઉદ્યોગોને વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહેવામાં ઘણી મોટી મદદ કરશે.

આ અંદાજપત્ર દેશના વિકાસ માટે એક મજબૂત પગલું છે, આ અંદાજપત્રથી રોજગારીની નવી તકો ઊભી થશે, સંપૂર્ણ આર્થિક વિકાસમાં મદદ મળશે, ખેડૂતોની આવક વધારવામાં તે પુરક સાબીત થશે. નાગરિકોને તેમની જીવન શૈલીની ગુણવત્તાને ધ્યાનમાં રાખીને શિક્ષણ, સ્વાસ્થ્ય, આવાસ આ બધી વસ્તુઓમાં ઘણી સારી સુવિધાની સંભાવના વધશે અને નાણાકીય નુકસાન વધાર્યા વગર દેશના મધ્યમ વર્ગ પાસે તેની ખરીદ શક્તિ વધે તેના ખિસ્સામાં વધારે પૈસા આવે. તે દિશામાં પ્રયાસ છે, એક રીતે આ અંદાજપત્ર આપણો દેશ જે બદલાઈ રહ્યો છે તેને વધુ ઝડપથી બદલવાનો પ્રયાસ આપણા સપનાઓ સાથે જોડાયેલું, આપણા સંકલ્પો સાથે જોડાયેલું, આ અંદાજપત્ર એક રીતે આપણું ભવિષ્ય છે. આપણી નવી પેઢીનું ભવિષ્ય છે, આપણા ખેડૂતનું ભવિષ્ય છે અને જયારે હું ભવિષ્ય કહું છું ત્યારે તેનો મારા મનમાં એક અર્થ છે. F થી ફાર્મર્સ ખેડૂતો માટે; Uથી અન્ડરપ્રિવિલેજડ દલિત, પીડિત, શોષિત, વંચિત, મહિલાઓ તેમના માટે; Tથી ટ્રાન્સપરન્સી પારદર્શકતા, ટેકનોલોજીનું અપગ્રેડેશન, આધુનિક ભારત બનાવવાનું સપનું; Uથી અર્બન રીજુવીનેશન શહેરી વિકાસ માટે; અને Rથી રૂરલ ડેવલપમેન્ટ ગ્રામીણ વિકાસ માટે; અને Eથી નવયુવાનો માટે એમ્પ્લોયમેન્ટ ઉદ્યોગ સાહસિકો માટે ઇન્ટર્નશિપ એન્હાન્સમેન્ટ નવી રોજગારીને પ્રોત્સાહન આપવા માટે નવયુવાન ઉદ્યમીને પ્રોત્સાહન આપવા, હું આ અંદાજપત્ર માટે આ ફ્યુચરને પ્રસ્તુત કરતા નાણા મંત્રીજીને ફરી એકવાર અભિનંદન આપું છું, અને દેશવાસીઓને તેમના સપના સાકાર કરવાની દિશામાં આ અંદાજપત્ર એક ખૂબ મોટી સહાય વ્યવસ્થા છે જે દેશને આગળ પણ વધારશે. વિકાસની નવી ઊંચાઈઓને સર કરશે અને દેશમાં એક નવા વિશ્વાસનો માહોલ બનાવવામાં આ બજેટ ઘણું ઉપયોગી સાબિત થશે, એવો મને પૂરો વિશ્વાસ છે, ફરી એકવાર નાણા મંત્રીને, નાણા મંત્રાલયને તેમની પૂરી ટીમને હ્રદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન.