ચીનના લોકોને તેમના રાષ્ટ્રીય દિવસના પ્રસંગે મારી શુભેચ્છા.
આપણા સંબંધો સદીઓ જૂના છે. આપણે આધ્યાત્મિક, શિક્ષણ, કલા, વેપારના તાંતણે એકબીજા સાથે જોડાયેલા હતા અને જોડાયેલા છીએ. આપણે એકબીજાની સંસ્કૃતિ પ્રત્યે આદર ધરાવીએ છીએ અને એકબીજાની સમૃદ્ધિમાં ભાગીદાર રહ્યા છીએ. વળી આપણે એકબીજાની સફળતાથી પ્રેરિત થઈ શકીએ. જ્યારે દુનિયા એશિયા તરફ મીટ માંડી રહી છે, ત્યારે ભારત અને ચીનની પ્રગતિ અને સમૃદ્ધિ તથા આપણા ગાઢ સંબંધો એશિયામાં શાંતિ, સલામતી અને સ્થિરતા સ્થાપિત કરવાની ક્ષમતા ધરાવે છે. આ જ સ્વપ્ન મેં તમારા રાષ્ટ્રપતિ ઝિ અને પ્રધાનમંત્રી લી સાથે જોયું છે.
તાજેતરમાં આપણા સંબંધો તમામ ક્ષેત્રોમાં ગાઢ બન્યા છે તથા આપણે પારસ્પરિક વિશ્વાસ અને ભરોસા પર ભાર મૂકી રહ્યા છીએ. આપણે બંને દેશના લોકો વચ્ચે સંબંધનું વિસ્તરણ કરવા પ્રયાસરત છીએ. અને આપણે આ દિશામાં વધારે પ્રયાસ કરીશું.