લોકસભામાં રાષ્ટ્રપતિના સંબોધન પર ધન્યવાદ પ્રસ્તાવ પર પોતાના જવાબમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, છેલ્લાં ત્રણ વર્ષમાં એનડીએ સરકારના શાસન દરમિયાન હાઉસિંગ અને રેલવેએ અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, યુપીએના શાસન હેઠળ ફક્ત 10,83,000 મકાનોનું નિર્માણ થયું હતું, ત્યારે એનડીએ સરકારના શાસનમાં 22,27,000 મકાનોનું નિર્માણ થયું છે. શ્રી મોદીએ રેલવે નેટવર્કમાં બ્રોડગેજના વિસ્તરણ પર સવિસ્તાર માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે, એનડીએ સરકાર સત્તામાં આવ્યાં પછી બ્રોડગેજનું વિસ્તરણ લગભગ બમણું થયું છે.
Login or Register to add your comment