US Congressional Delegation calls on the Prime Minister
PM Modi shares India's commitment to further strengthen ties with the US

અમેરિકાની કોંગ્રેસના 26 સાંસદોના બે પ્રતિનિધિમંડળે આજે સંયુક્તપણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી.

પ્રધાનમંત્રીએ ભારતમાં અમેરિકન કોંગ્રેસના પ્રતિનિધિઓને આવકાર આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, અમેરિકામાં નવી સરકાર અને કોંગ્રેસ રચાયા પછી દ્વિપક્ષીય આદાનપ્રદાનની આ સારી શરૂઆત છે.

પ્રધાનમંત્રીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સકારાત્મક ટેલિફોનિક વાતચીતને યાદ કરી હતી અને છેલ્લાં અઢી વર્ષમાં બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધોને વધુ મજબૂત કરવા પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ સંબંધમાં તેમણે ભારત-અમેરિકાની ભાગીદારી માટે અમેરિકન કોંગ્રેસના મજબૂત સમર્થનને માન્યતા આપી હતી.

પ્રધાનમંત્રીએ બંને દેશો વધુ ગાઢ રીતે કામ કરી શકે તેવા ક્ષેત્રો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા, જેમાં બંને દેશોના નાગરિકો વચ્ચે જોડાણને વધારે મજબૂત કરવાની સુલભતા સામેલ છે. ભારત અને અમેરિકાના નાગરિકો વચ્ચેનું સીધું જોડાણ વર્ષોથી બંને દેશોની સમૃદ્ધિમાં નોંધપાત્ર પ્રદાન કરે છે. આ સંદર્ભમાં પ્રધાનમંત્રીએ અમેરિકાના અર્થતંત્ર અને સમાજને સમૃદ્ધ કરવામાં કુશળ ભારતીયોની પ્રતિભાની ભૂમિકા વિશે જણાવ્યું હતું. તેમણે કુશળ વ્યાવસાયિકોની અવરજવર પર વૈચારિક, સંતુલિત અને દીર્ઘદ્રષ્ટિયુક્ત પરિપ્રેક્ષ્ય વિકસાવવા અપીલ કરી હતી.