પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશમાં ખેડૂતોની સમસ્યાઓની નોંધ લીધી હતી. તેમણે કહ્યું હતું કે, શેરડીના ખેડૂતોને રાજ્ય સરકાર પાસેથી તેમની બાકી નીકળતી રકમ મળતી નથી. તેમણે જણાવ્યું હતું કે, ભાજપે તેના ઘોષણાપત્રમાં ખેડૂતોના કલ્યાણને સૌથી વધારે મહત્ત્વ આપ્યું છે અને બે અઠવાડિયાની અંદર બાકી નીકળતી રકમનીચુકવણી કરવામાં આવશે.