પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે રાષ્ટ્રપતિના સંબોધન પર ધન્યવાદ પ્રસ્તાવનો જવાબ આપતાં લોકસભામાં સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધન દરમિયાન કહ્યું હતું કે, જો ઇતિહાસને પુસ્તકોમાં સમિતિ કરવામાં આવે, તો તે સમાજને પ્રેરિત ન કરી શકે. દરેક યુગમાં ઇતિહાસને જીવંત રાખવાના પ્રયાસ થવા જોઈએ. તેમણે કહ્યું હતું કે, “જ્યારે 1857નાં સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન કોંગ્રેસનો જન્મ પણ થયો નહોતો, ત્યારે લોકોએ દેશ માટે બલિદાન આપ્યાં હતાં. કમલ તબ ભી થા ઔર આજ ભી હૈ