પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે કન્યાકુમારીના વિવેકાનંદ કેન્દ્રમાં રામાયણ દર્શનમના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કર્યું હતું.
તેમણે કહ્યું હતું કે, 12મી જાન્યુઆરી કોઈ સાધારણ દિવસ નથી અને સ્વામી વિવેકાનંદના શક્તિશાળી વિચારો યુવાનોનું ઘડતર કરતાં રહેશે. તેમણે જણાવ્યું હતું કે, ભારત આજે યુવા રાષ્ટ્ર છે તથા તેનો વિકાસ આધ્યાત્મિક અને ભૌતિક એમ બંને રીતે થવો જોઈએ. તેમણે કહ્યું હતું કે, સ્વામી વિવેકાનંદના વિચારો રાષ્ટ્રનિર્માણ માટે યુવા પેઢીને હંમેશા પ્રેરિત કરશે.
પ્રધાનમંત્રીએ સંત થિરાવલ્લુવર અને શ્રી એકનાથ રાનડેને પણ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. તેમણે યુવાનોને સતત શીખતા રહેવાની સલાહ પણ આપી હતી.