27 ઓક્ટોબર, 2013ના દિવસે રવિવાર હતો. આ રવિવાર પણ સામાન્ય રજાના દિવસની જેમ પસાર થઈ જાય, જો એ દિવસે ભાજપના પ્રધાનમંત્રીપદના ઉમેદવાર શ્રી નરેન્દ્ર મોદીની પટણાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં આયોજિત પ્રચાર સભામાં કમનસીબ બોંબ વિસ્ફોટ ન થયો હોત તો.

 

શ્રી મોદીને સાંભળવા બિહારમાંથી લોકો ઉત્સાહ સાથે મેદાનમાં ઉમટી પડ્યા હતા, ત્યારે મેદાન પર એક પછી એક વિસ્ફોટ થયા હતા.

 

જ્યારે શ્રી નરેન્દ્ર મોદી પટણા પહોંચ્યા, ત્યારે તેમની પાસે બે વિકલ્પો હતા – એક, ગુજરાત પરત ફરવું અને રેલીને ન સંબોધવી (અને મોટા મેદાન પર ડરના માહોલમાં વધારો કરવો) અથવા મેદાનમાં આવવું અને રેલીને સંબોધવી.

 

શ્રી મોદીએ રેલીને સંબોધન કરવાની સાથે હિંદુઓ અને મુસ્લિમોને એક થવા અને એકબીજા સામે લડવાને બદલે ગરીબી સામે લડવાની અપીલ કરી હતી. તેમણે વિશાળ જનમેદનીને શાંતિથી અને કોઈને પણ મુશ્કેલી ન પડે એ રીતે શિસ્તબદ્ધ રીતે ઘરે પરત ફરવા અપીલ કરી હતી.

પછી જાણવા મળ્યું હતું કે શ્રી મોદી બોલતા હતા એ મંચ નીચે એક બોંબ હતો.

 

આ રેલીના અઠવાડિયા પછી શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે, “મારા સંગઠનના અનુભવે મને શીખવ્યું છે કે રેલીમાં કોઈ પ્રાણી છૂટું મૂકવામાં આવ્યું છે એવી અફવા પણ અવ્યવસ્થા પેદા કરી શકે છે, તો તમે કલ્પના કરો કે જો કોઈએ બોંબ મૂકાવાની જાહેરાત કરી હોત કે હું રેલી સંબોધવાનો નથી તેવી જાહેરાત કરી હોત, તો શું થાત. હું રેલી સંબોધવા મક્કમ હતો.”

 

તેના અઠવાડિયા પછી શ્રી મોદી પટણા ફરી ગયા હતા અને બોંબવિસ્ફોટમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને મળીને આશ્વાસન આપ્યું હતું.

 

પટણાની હુંકાર રેલી ટર્નિંગ પોઇન્ટ તરીકે યાદગાર બની ગઈ છે. તેણે સાહસિક નેતૃત્વનું દર્શન કરાવ્યું હતું, ખાસ કરીને જોખમકારક સ્થિતિસંજોગમાં. ગરીબી સામે લડવાનો, નહીં કે એકબીજા સામે લડવાનો સંદેશ પણ લોકો અને એક અબજ ભારતીયોના હૃદયને સ્પર્શી ગયો હતો.