30મી ઓગસ્ટ 2016ના દિવસે ગુજરાતના જામનગર જિલ્લામાં યોજાયેલા કાર્યક્રમમાં શ્રી નરેન્દ્ર મોદીએ અગમચેતી દર્શાવી પત્રકારો તથા કેમેરામેન્સના જીવ બચાવ્યા હતા. 

કાર્યક્રમ સૌની યોજનાના પ્રારંભનો હતો, આ યોજના દ્વારા પાણીની તંગી સામે ઝઝૂમતા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સિંચાઇ સંબંધિત યોજના દ્વારા આ વિસ્તારોમાં પાણીની સમસ્યા ઓછી થશે.  

પ્રધાનમંત્રી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના અધિકારીઓ બટન દ્વારા ડેમમાં પાણી છોડવાની કાર્યવાહી નીહાળી રહ્યા હતા. શ્રી મોદીએ જોયું કે કેટલાક લોકો હજી પણ ડેમની નીચેની બાજુએ ઊભા હતા. કેમેરામેન્સને ખબર નહોતી કે તેઓ ભયાનક જગ્યાએ ઊભા છે. એ સમય હતો કે શ્રી મોદીએ, તેમનો હાથ ઊંચો કરીને તથા તાળી પાડીને તેમને ચેતવ્યા, અને તેમને ત્યાંથી બહાર આવી જવા આગ્રહ કર્યો. આ પ્રમાણે તેમણે સમય સૂચકતા દ્વારા કિંમતી જિંદગીઓ બચાવી.

એક કેમેરામેન, જેણે સમાચાર એજન્સી સાથે વાત કરી, તેણે જણાવ્યું કે પ્રધાનમંત્રીએ તેને નવી જીંદગી આપી છે.

શ્રી મોદીની અગમચેતી એ તમામની પ્રશંસા મેળવી.

5 એપ્રિલ, 2015ના રોજ, પ્રધાનમંત્રી વિજ્ઞાન ભવનમાં મુખ્યમંત્રી તથા ચીફ જસ્ટિસની કોન્ફરન્સમાં ભાગ લઇ રહ્યા હતા. ત્યારે એક ફોટોગ્રાફર પડી ગયો,  તે સમયે જે માણસે તેમને હાથ આપ્યો અને ઊભા કર્યા તે કોઇ નહીં પરંતુ  શ્રી નરેન્દ્ર મોદી જ હતા. આ ઘટના પણ એટલી જ પ્રશંસનીય રહી હતી.