સ્વચ્છ ભારત ઝુંબેશ દેશને ગંદકીથી મુક્ત કરવા માટે હાથ ધરાઈ હતી, એ વાત દેશના મોટા ભાગના લોકોના મનને સ્પર્શી ગઈ છે.
સૌ પ્રથમ વાર બીજા કોઈએ નહીં પણ દેશના પ્રધાનમંત્રી જેવી ઉચ્ચ સ્તરની વ્યક્તિએ સ્વચ્છતા અંગે લાલ કિલ્લાની ટોચ પરથી 15મી ઓગસ્ટ, 2014ના રોજ સ્વાતંત્ર્યદિને આપેલા પ્રવચનમાં આ વાત કરી હતી. એજ વર્ષે બીજી ઓકટોબરના દિવસે પ્રધાનંમત્રીએ જાતે હાથમાં ઝાડૂ લીધું અને અને સ્વચ્છ ભારતના નિર્માણ માટે મોખરે રહીને આગેવાની લીધી. કોઈ અધિકૃત કાર્યક્રમ હોય કે રાજકીય રેલી હોય, તેમણે અવારનવાર સ્વચ્છતા અંગે વાત કરી છે અને પોતાના લોકો સાથેના વાર્તાલાપમાં સ્વચ્છતાના વિષય અંગે તે હંમેશાં ઉલ્લેખ કરતા રહે છે.
એમાં કોઈ અચરજ નથી કે સમાજના તમામ વર્ગના લોકોએ સ્વચ્છ ભારતની ઝુંબેશને અભૂતપૂર્વ જુસ્સાથી સમર્થન આપ્યું છે.
સ્વચ્છ ભારત ઝુંબેશ અને પ્રધાનમંત્રીના શબ્દોએ દેશને કેવી અસર કરી છે તે બાબત ચંદ્રકાંત કુલકર્ણીના દાખલા ઉપરથી પૂરવાર થાય છે.
મધ્યમ વર્ગના પરિવારમાંથી આવતા, ચંદ્રકાંત કુલકર્ણી નામના એક નિવૃત્ત સરકારી કર્મચારીએ સ્વચ્છ ભારત ઝુંબેશથી પ્રભાવિત થઈને તેમને મળતા માસિક રૂ. 16,000ના પેન્શનમાંથી, રૂ.5,000ની રકમ તેઓએ દર મહીને આ ઝુંબેશ માટે આપ્યા. આ કામગીરી તેમણે એક જ વાર કરી છે તેવું નથી. તેમણે આવનારા દરેક મહિનાની તારીખ નાખીને આવા 52 ચેક મોકલી આપ્યા છે.
એક પેન્શનર તેના પગારની ત્રીજા ભાગની રકમ સ્વચ્છ ભારત માટે આપે છે. આ ઘટના સ્પષ્ટ કરે છે કે પ્રધાનમંત્રીના શબ્દો લોકોના દિલમાં કેવી અસર કરે છે અને લોકો માને છે કે તે કેવી રીતે આ ઝુંબેશનો આંતરિક હિસ્સો બનીને દેશને પ્રગતિના નવા શિખરે લઈ જઈ શકે તેમ છે. મોદી પોતાની સાથેની વાતચીતમાં આવા કિસ્સા બન્યા હોય તેની માહિતી આપે છે અને લોકોને જણાવે છે કે લોકો સ્વચ્છ ભારતની ઝુંબેશમાં લાગણી દ્વારા કેવી રીતે જોડાતા રહ્યા છે. તેમના 'મનકી બાત' ના મોટાભાગના કાર્યક્રમોમાં સ્વચ્છતા ઝુંબેશ અંગેનો ઓછામાં ઓછો એક કિસ્સો તો તેઓ જણાવે છે.
પ્રધાનમંત્રી શ્રી મોદી ચોકકસપણે ભારતના વિકાસ માટે જેનું ખૂબ જ મહત્વ છે તેવી સ્વચ્છતા અંગે એક જન સમુદાયની ચળવળ ઊભી કરવામાં સફળ નિવડ્યા છે.