એ વાત પ્રચલિત છે કે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી બન્યા તે અગાઉ નરેન્દ્ર મોદી નવીન વિચારો ધરાવતા ક્ષેત્રિય આયોજક હતા. તેઓ પંચાયતની ચૂંટણીઓથી માંડીને સંસદીય ચૂંટણીઓના આયોજનના કાર્યોમાં પ્રવૃત્ત હતા.
તેમણે ગુજરાત ભાજપ સંરચનામાં મહત્વના સભ્ય તરીકે ભાગ ભજવીને 1980માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓમાં ભાજપને વિજયી બનાવવામાં કરેલી મદદ પરથી આયોજન માટે એમના નવિનીકૃત કૌશલ્યનો પરિચય મેળવી શકાય છે.
સંસ્થાકીય પદ્ધતિઓમાં એમનું નવિનીકરણ બે વાતો પર કેન્દ્રીત રહેતું. પહેલું, શ્રમ વિભાગમાં, પ્રત્યેક કાર્યકર્તા પાસે ધ્યેય સાથેના કાર્યો હોય અને પ્રત્યેક ધ્યેય આધારિત કાર્ય કોઈને કોઈ કાર્યકર્તાને સોંપાયેલું હોય. બીજો અભિગમ, અભિયાન સાથે લાગણીના જોડાણો સુનિશ્ચિત કરવાનો હતો. શહેર પ્રત્યે અને તેના શાસન પ્રત્યે માલિકીની ભાવનાની હિમાયત કરીને તેઓ એ લાગણીના જોડાણ જગાવી શક્યા હતા.
એ અભિયાન દરમિયાન એમના સામુદાયિક આયોજનની ઝલકનું ઉદાહરણ જોઈએ તો, તેમણે અમદાવાદમાં સામુદાયિક સ્તરની 1000 જેટલી જૂથ બેઠકો યોજી હતી અને કાર્યકર્તાઓ અને પ્રવૃત્ત નાગરિકો સાથેના ઘનિષ્ઠ જોડાણ (માઈક્રો - એન્ગેજમેન્ટ) ઊભું કર્યું હતું. આ 1000 સામુદાયિક સ્તરની બેઠકોની તૈયારી સ્વરૂપે તેમણે 100 જેટલા સ્વૈચ્છિક કાર્યકર્તાઓનો તાલીમ કોર્સ પણ લીધો હતો. આ તાલીમમાં, સામુદાયિક સ્તરની જૂથ બેઠકમાં કાર્યકર્તા પાસેથી શું કરવાની અપેક્ષા રાખવામાં આવે છે એ સ્પષ્ટ કરવા ઉપરાંત કયા મુદ્દાઓ પર ભાર મૂકવો અને કઈ દલીલો કરવી વગેરેની તાલીમ પર ધ્યાન કેન્દ્રીત કરાયું હતું.
જ્યાં સુધી ચૂંટણીની વ્યૂહરચનાને લાગેવળગે છે, ત્યાં સુધી, આ એક નવીન પ્રકારની તેમજ આમૂલ પરિવર્તનકારી પહેલ હતી.
સામુદાયિક સ્તરની જૂથ બેઠકોમાં 25થી 30 નાગરિકો સામેલ થતા, જેમાં વાક્ છટા ધરાવતા વક્તાઓને શહેરને સ્પર્શતા મુદ્દાઓ વિશે બોલવા માટે પ્રોત્સાહિત કરવામાં આવતા. આ પ્રક્રિયામાં મહિલાઓને સામેલ કરવા માટે તેમણે બપોરે બે વાગ્યા પછીના સમયમાં મહિલાઓની જૂથ બેઠકો પણ શરૂ કરી હતી. તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પ્રચાર માટે આવવા અટલ બિહારી વાજપેયીને પણ મનાવી શક્યા હતા.
ક્ષેત્રિય આયોજનમાં નરેન્દ્ર મોદીના વિશિષ્ટ અભિગમનું આ નાનકડું ઉદાહરણ છે. એની સાથે સ્વયંસેવકોની તાલીમ અને ભાવનાત્મક સ્થાનિક જોડાણના આધારે સ્વયંસેવકો એકત્ર કરીને તેમને કાર્યરત બનાવવાના સુભગ સંમિશ્રણને પગલે નરેન્દ્ર મોદીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના વિજય માટેનો પાયો રચવા ઉપરાંત સ્થાનિક સ્તરે સૂક્ષ્મ રીતે ધ્યાન કેન્દ્રીત કરીને સમગ્ર રાજ્યના સંગઠનનો નમૂનો પૂરો પાડ્યો હતો.
આવી ચોક્સાઈ એક પછી એક ચૂંટણીમાં જોવા મળી, પછી તે ગુજરાત હોય, જનરલ સેક્રેટરી તરીકે લોકસભાની ચૂંટણીઓ હોય કે પછી વર્ષ 2001માં છેવટે જ્યારે નરેન્દ્ર મોદી ચૂંટણી દ્વારા રાજકારણમાં જોડાયા એ તબક્કો હોય. લોકો સાથે જોડાવાની તેમની આવડત અને એમની જરૂરિયાતો અને આકાંક્ષાઓ સમજવાની તેમની સમજણ ખરેખર લાભદાયી રહી છે.